Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

બાળ ઇસુ જન્મ્યા રોશની થઇ

ચમકયા ચમકયા નાતાલના તારા એટલે કે 'નાતાલ'

આપણે સૌ જાણીએ છીએ તેમ ર૦૦૦  વર્ષ પુર્વે દાઉદ નગરમાં એક મુકિતદાતા, જગતના તારણહાર, રાજાઓના રાજા, પ્રભુઓનાં પ્રભુ બાળ ઇસુનો જન્મ થયો તે રાત્રીનાં કડકડાતી ઠંડીમાં વૃક્ષો પર બરફ જામી ગયેલ તેવા સમયે આપણી મધ્યે એક સાધારણ માનવરૂપમાં બાળ ઇસુ આપણી મધ્યે આવ્યા. ઇસુને જન્મ માટે કોઇ જગ્યા, હોસ્પીટલ, ધર્મશાળા ન મળી કારણ કે તે તો એક સાધારણ માનવના રૂપમાં સાધારણ ગભાણમાં બાળ ઇસુએ જન્મ લીધો. પ્રભુ ઇસુ શાંતિના રાજકુમાર બની પૃથ્વી પર આવ્યા. આપણા પાપોની ક્ષમા આપવા અને જગતનો ઉધ્ધાર કરવા આવ્યા.

આપણે સૌ જાણીએ છીએ કે આ પવિત્ર નાતાલનો પર્વ વર્ષના અંતમાં એટલે કે  ડિસેમ્બર માસમાં આવે છે. ડીસેમ્બર મહીનો આવતાની સાથે દરેક ખ્રિસ્તી કુટુંબમાં આનંદનું વાતાવરણ છવાઇ જાય છે. અબાલ-વૃધ્ધ નવા કપડા નવા જોડા વગેરેની ખરીદી કરે છે. પોતાના ઘરોને અને પ્રભુમંદિરમાં સજાવટ કરે છે. તારા ક્રિસમ ટ્રી, ગભાણ વગેરેની સજાવટ કરી બાળ ઇસુનાં જન્મના સ્વાગતની તૈયારી કરે છેે. દરેક ઘરમાં મીઠાઇ, પકવાન, કેક વગેરે બનાવી પ્રભુનાં આગમનની ખુશીને આપસમાં વ્યકત કરે છે. કારણ કે અમારા પ્રભુ બહુમુલ્ય છે. તેમણે પોતાના રકતનું બલીદાન આપ્યું.

આજે આપણે  મહત્વપુર્ણ વાત પર ધ્યાન દઇશું. ઇશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે પોતાનો એકનો એક દીકરો અર્પી દીધો એ માટે કે કોઇ પણ વ્યકિતનો નાશ ન થાય અને અનંતજીવન પામે.

ઇશ્વરની આ એક અનમોલ ભેટ છે. આજ કારણ છે  કે આપણે સૌ આપણા સગા-સબંધી મિત્રો સર્વને ભેટ-સોગાદો આપી નાતાલની શુભકામના પાઠવીએ છીએ. નાતાલના શુભ પર્વને આપણે યાદગાર બનાવીએ અને ઉજવીએ.

(૧) જો આપણે ઇશ્વરને પ્રેમ કરીએ છીએ તો આપસમાં પણ એકબીજા પ્રત્યે પ્રેમભાવથી  રહીએ.(ર) આપણા દુશ્મનોને માફ કરીએ (૩) દરેક પ્રકારનાં પાપ અને બદીનો નાશ કરીએ. (૪) દરેક દુઃખી અને બિમારને મદદરૂપ બનીએ. (પ)  દયા રાખો, આપણા વડીલોને માન-સન્માન આપીએ. (૬) આપણાં પડોશી  પ્રત્યે સાચો પ્રેમભાવ રાખીએ. (૭) ઇશ્વરે ચિંધેલા માર્ગ પર ચાલીએ. (૮) ચોરી ન કરવી, જુઠુ ન બોલવું (૯) બદલાની ભાવનાનો ત્યાગ કરો.(૧૦) કોઇ પર જુઠો આક્ષેપ ન કરીએ અને જુઠી સાક્ષી ન આપીએ.આપણે સૌ નવાં કપડા, મિઠાઇ બનાવવી એટલું નહી પરંતુ સાથે સાથે ઉપર જણાવેલ સર્વ વાતોને ધ્યાનમાં રાખી સાચા અર્થમાં નાતાલને  પ્રકાશમય અને આનંદીત બનાવીને આ પર્વની ઉજવણી કરીએ.

સર્વને અમારા તરફથી Happy Christmas & Happy Newyear ઇશ્વર આપ સર્વની મનોકામના પુર્ણ કરે અંતમાં સર્વને નાતાલની પ્રેમી સલામ. (૪.૧૧)મિસિસ રોબિન્સન

મો.૬૩પપ૦૮૪૬૯૮. રાજકોટ.

(3:47 pm IST)