Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજકોટના ભિવાંશુ અને અમરેલીના ફેનિલની સદીઃ લીડ અપાવી

ઇન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૪ ટુર્નામેન્ટમાં

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજીત  ઇન્ટર ડિસ્ટ્રકટ અન્ડર-૧૪ બે દિવસીય ટુર્નામેન્ટની રાજકોટ-અમરેલી વસ્ચેની મેચમાં રાજકોટને લીડ્ના આધારે ત્રણ અને અમરેલીને એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. મેચમાં રાજકોટ વતી ભિવાંશુ ચૌધરીએ તો અમરેલી વતી ફેનિલ ખીમાણીએ સદી ફટકારી હતી. આ મેચમાં ટોસ જીતી રાજકોટ ડિસ્ટ્રિકટે પ્રથમ બેટિંગ કરતાં ૯૦ ઓવરમાં છ વિકેટે ૩૫ રન બનાવી ઘવ ડિકલેર કર્યો હતો. રાજકોટ વતી નાણાવટી શ્લોક આઠ, ભિવાંશુ ચૌધરીએ ૧૧૨, ગરૈયા ગૌરાંગે ૯૨, સાવન જેલરીયએ ૪૪, કરણ ગઢવીએ ૧૧, રાઘવેન્દ્ર ઝાલાએ અણનમ ૨૩, જશ ત્રિવેદીએ ૧૪, રઘુવેન્દ્ર જાડેજાએ અણનમ ૨૩, સ્મિત રૈયાણીએ અણનમ ૨૩ રન બનાવ્યા હતા. બોલિંગમાં અમરેલી વતી હેમાંગ-તનીષ્ઠ-જેસલે એક-એક વિકેટ ઝડપી હતી. રાજકોટના ૩૫૧ રનના જવાબમાં અમરેલીએ પણ મેચના અંતિમ દિવસ સુધી બેટિંગ કરી ૨૨૦ રન બનાવ્યા હતા. અમરેલી વતી કેપ્ટન હર્ષ ગઢીયાએ ચાર, જેસલ બગડા આઠ, આશુતોષ સાકરીયાએ ૨૬, પ્રેમ ગોરખીયાએ ૧૬, ફેનિલ ખીમાણીએ ૧૦૨, પિનાક મંગલપરાએ ૧૫ અને દિવ્યરાજ દેસાઈએ ૧૮ રન બનાવ્યા હતા. બોલિંગમાં રાજકોટ વતી સ્મીત રૈયાણીએ પાંચ, જશ ત્રિવેદીએ બે,  મીત-રાજવીરે એક-એક વિકેટ ઝડપી હતી. (૪૦.૮)

બાલ મહોત્સવમાં સ્લો સાયકલીંગ : બાલભવન દ્વારા ૫ થી ૧૬ વર્ષ સુધીના બાળકો માટે બાલમહોત્સવનું આયોજન કરાયું છે. તે અંતર્ગત ''સ્લો સાયકલીંગ'' સ્પર્ધા રાખવામાં આવેલ. બાલભવનના ટ્રસ્ટી ડો. હેલીબેન ત્રિવેદીએ તથા કિરીટભાઇ વ્યાસે સ્પર્ધાનું ફુગ્ગા ઉડાડીને ઉદ્ઘાટન કરેલ. આ સ્લો સાયકલીંગ સ્પર્ધામાં ૪૫૦ જેટલા બાઇકોએ ભાગ લીધેલ. જેમાં ભાઇઓમાં પ્રથમ નંબર પૂર્વરાજ આર. ચુડાસમા, તપોવન સ્કુલ, દ્વિતીય ક્રમે કૃષિક ડી. ચાવડા, તપોવન સ્કુલ, તૃતીય પ્રેમચંદ વી. ચોૈહાણ, વિરાણી સકુલ, ચતુર્થક્રમે આરિફ એ. માલીબાગવાન,, ગોૈતમ સ્કુલ, પંચમક્રમે દિપેશ બીસાઉદ, લાલ બહાદુર અ.મા. સ્કુલ વિજેતા બનેલ તથા બહેનોમા પ્રથમક્રમે નિયતી એન. ચાવડા, વી.જે. મોદી સ્કુલ, બીજાક્રમે માનસી વી. વેકરીયા, મહાત્માગાંધી સ્કૂલ, તથા ત્રીજા નંબરે પ્રતિક્ષા પી. ચોવટીયા, મહાત્મા ગાંધી સ્કૂલ, ચતુર્થક્રમે અક્ષા બાઇ. કડીવાર, વી.જે. મોદી સ્કુલ, પંચમક્રમે શિવાંગી કે ખાદા મહાત્મા ગાંધી સ્કૂલ વિજેતા બનેલ, વિજેતાને મહેમાનો ગોૈરીબેન દવે, માતૃમંદીર અ.મા. હાઇસ્કુલ તથા લીનાબેન ત્રિવેદી, માં આનંદમયી કન્યા વિદ્યાલય હસ્તે ઇનામો, શિલ્ડ, મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા. બધા સ્પર્ધકોને ફૂડ પેકેટ આપવામાં આવેલ

(3:44 pm IST)