Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા પ્રેરણાદાયી નાટક શો

રાજકોટ સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો માટે 'સાસુજી આઇ લવ યુ' નાટકનું આયોજન કરવામાં આવેલ. તેનું દીપ પ્રાગટય ભાજપ મહિલા અધ્યક્ષ અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલારા વગેરે ઉપસ્થિત રહેલ. નાટક ખરેખર બહેનોને પ્રેરણારૂપ હતું. દરેક દિકરીયુંએ વડીલોને કેમ સાચવવા અને તેમની સાથે કેવું વર્તન કરવું તેવો સંદેશો રજૂ થયો હતો. અભિનયમાં પિતાના પાત્રમાં જીતુ કોટક, દિકરીના પાત્રમાં સ્મિતા સોનાલી, ચીરાગ પાલડે, મીતુલ મહેતા, મયંકર મહેતા વગેરે કલાકારોએ અદ્ભૂત ભૂમિકા ભજવેલ. રંગભૂમિની મહારાણી પ્રતિભા ટી.એ. બહેનોને હસાવીને લોથપોથ કરી દીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન મીનાબેન વસા, બિન્દુબેન મહેતા, ઉપપ્રમુખ ઇન્દીરાબેન ઉદાણી, સેક્રેટરી દીનાબેન મોદી, દર્શના મહેતા, કલ્પનાબેન, પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઇ, નીતાબેન મહેતા વગેરે કમીટી ચેમ્બર્સે જહેમત ઉઠાવેલ. નવા વર્ષ ર૦ર૦ના ફોર્મ ભરવા માટેનું સ્થળ : દર્શનાબેન મહેતા-૯૪ર૯પ ૦ર૦૪૬, યાજ્ઞિક રોડ, પ્રફુલાબેન મહેતા-૯૪ર૮૮ ૯૦ર૭૭, મીનાબેન વસા-૯૪ર૮ર પપ૩૦૩, બિન્દુબેન મહેતા-૯૭૩૭૮ ૭પ૭૪૦ આ દરેક જગ્યાએ ફોર્મ ભરવા માટે સંપર્ક કરવા જણાવાયું છે.

(3:43 pm IST)