Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વોર્ડ નં.૯ ગાંધીનગરની ૧ થી ૮ શેરીઓમાં પેવર રી-કાર્પેટ કામનો પ્રારંભ

રાજકોટ : અહિંના વોર્ડ નં.૯માં આવેલ ગાંધીનગર સોસાયટી શેરી નં.૧ થી ૮ના વિસ્તારોમા પેવર રી - કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પૂજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં પેવર રી-કાર્પેટ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ યુવા મોરચા મંત્રી કુલદીપસિંહ જાડેજા, આશીષ ભટ્ટ, મનીષ પટેલ, વિજય આહિર, રણછોડભાઈ સાટીયા, મેઘરાજસિંહ ઝાલા, હિતેશ પટેલ, હાસમભાઈ સુમરા, તેમજ સોસાયટીના કિશોરભાઇ બોરીચા, કાળુભાઈ મીર, ધર્મેન્દ્રસિંહ વાળા, પોપટભાઈ ચાવડીયા, સતીષ ભારદીયા, પરેશ પરમાર, અરવિંદભાઈ રાણપરીયા, ધર્મેશ ઉધરેજીયા, જયાબેન પટેલ, લીલાબેન મોરવાડીયા, રમાબેન, જયાબેન રામપરીયા, જયશ્રીબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)