Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જુનાગઢના ચાટર્ડ એકાઉન્ટન્ટ દિપ ચુડાસમાનો રાજકોટમાં ફઇના ઘરે એસિડ પી આપઘાત

૨૭ વર્ષનો દીપ નોકરીની શોધમાં રાજકોટમાં પાંચ દિવસ પહેલા આવ્યો'તો

રાજકોટ તા ૨૪  :  શહેરના નાનામવા રોડ, નહેરૂનગર પાસે વિરલ સોસાયટીમાં ફઇના ઘરે નોકરીની શોધમાં આવેલા જુનાગઢના યુવાને એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ નાના મવા રોડ નહેરૂનગર પાસે વિરલ સોસાયટીમાં રહેતા ફઇના દીકરાના ઘરે પાંચ દિવસ પહેલા આવેલા જુનાગઢના દીપ વિનોદભાઇ ચુડાસમા (ઉ.વ.૨૭) એ ગઇકાલે એસીડ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. સુર્યકાંતભાઇ અને રાઇટર અરૂણભાઇ ચાવડાએ તપાસ હાથ ધરી હતી. મૃતક દિપ ચુડાસમા સી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને નોકરીની તલાશમાં તે રાજકોટમાં રહેતા ફઇના દીકરાના ઘરે આવ્યો હતો. તેણે કયા કારણોસર આ પગલુંઙ્ગ ભર્યુ તે અંગેનું કારણ જાણવા  પોલીસે તપાસ હાથ ધરી છે

(2:09 pm IST)