Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગાંધીગ્રામ પોલીસના દારૂ-જૂગારના દરોડાઃ મહિલાના ઘરમાંથી બોટલો મળી

માધાપર ચોકડીએ વરલી મટકાનો જૂગાર રમાડતો વિઠ્ઠલ પકડાયો

રાજકોટ તા. ૨૪: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અંતર્ગત દારૂની બદ્દી સદંતર નાબુદ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદે આપેલી સુચના અંતર્ગત અલગ-અલગ પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં પીઆઇ કે. એ. વાળાએ ચાર્જ સંભાળ્યા પછી સતત ગુનાખોરી ડામવા માટે તેમની ટીમો સક્રિય રહે છે. દારૂની બદ્દીડામવા વધુ એક દરોડો પાડવામાં આવ્યો હતો. એક મહિલાને વિદશેી દારૂની બોટલો, ચપલા સાથે પકડી લેવાઇ છે. જ્યારે એક શખ્સને વરલીનો જૂગાર રમતાં પકડી લેવાયો છે.

ગાંધીગ્રામના કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને વનરાજભાઇ લાવડીયાની બાતમી પરથી જામનગર રોડ ગાયત્રીધામ-૨માં મનમોહન મારબલવાળી શેરીમાં રહેતી સુધા સુરેશ ભાટી (ઉ.૪૦)ના ઘરમાં દરોડો પાડવામાં આવતાં મેકડોવેલ રમના ૭ ચપલા, ૮ પીએમના ૭ ચપલા, મેકડોવેલ નંબર વનની ૧ લિટરની રમની બોટલો ૩ નંગ તથા મેકડોવેલ વ્હીસ્કીની  બે લિટરની બે બોટલો મળી કુલ રૂ. ૬૫૦૦નો ૧૯ બોટલ દારૂ મળી આવતાં તેણી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પી.આઇ. કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, રાહુલભાઇ વ્યાસ, કોન્સ. ગોપાલભાઇ, વનરાજભાઇ,  દિગ્વીજયસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ કગથરા, અમીનભાઇ કરગથરા, મહિલા કોન્સ. તંજુમબેન બેલીમ, રવિ જાડા સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે ગાંધીગ્રામની ઉપરોકત ટીમે જ માધાપર રહેતાં વિઠ્ઠલ દાનાભાઇ પરમાર (વણકર) (ઉ.૪૬) નામના રિક્ષા ચાલકને    માધાપરના બસ સ્ટેશન પાસે વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતો પકડી લઇ વરલી મટકાનું સાહિત્ય, રૂ. ૭૮૦ રોકડા કબ્જે કર્યા હતાં. દિવ્યરાજસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

દારૂ પી કાર હંકારતો રેયાનો રાજૂ ભંગારવાળો પકડાયો

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકર અને ટીમના પીએસઆઇ રબારી સહિતે વાહન ચેકીંગ દરમિયાન રાજૂ દેવાભાઇ મુંધવા (ભરવાડ) (ઉ.૩૦-રહે. રૈયા ગામ, ધંધો-ભંગારનો ડેલો)ને દારૂ પીધેલી હાલતમાં કાર હંકારી નીકળતાં રૈયા રોડ આલાપ ગ્રીનસીટી પાસેથી પકડી લેવાયો હતો.

(1:21 pm IST)