Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

નીલમઃ શકિતનો પ્રચંડ ધોધ

વૈજ્ઞાનિક તથ્યો પણ જાણવા જેવાઃ સફળતા-નામ-ખ્યાતિ આપનાર

નીલમ પહેરવાના ફાયદા અને પ્રક્રિયા જાણતા પહેલા,  નીલમ વિશેના વૈજ્ઞાનિક તથ્યો જાણવા જરૂરી છે

નીલમ ખનિજ જાતિનું રત્ન છે. તેનુ બંધારણ એલ્યુમિનિયમ અને ઓકિસજનથી બનેલ છે, અને તેને વૃધ્ધિ માટે વાતાવરણની જરૂર છે જે સિલિકોનથી મુકત હોય. તે શુઘ્ધ અથવા લીલોતરી વાદળીથી વાયોલેટિશ રંગનો હોઈ શકે છે. માડાગાસ્કર, તાંઝાનિયા, શ્રીલંકા, મ્યાનમાર અને ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ વિદેશી સ્ત્રોતમાંથી નીલમ આવે છે. સારી ગુણવતાના નીલમ  વધુ કિંમતના હોય અને ગુણોથી ભરપુર હોય છે.

નીલમનાં સ્ફટિક, ઝિર્કોન હેલોઝ, રુટાઇલ રેશમ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં, સિલોન (શ્રીલંકા) દેશ નીલમ રત્નનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે. કાશ્મીરના નીલમને શ્રેષ્ઠ અને સૌથી પ્રીમિયમ માનવામાં આવે છે. પરંતુ કાશ્મીર નીલમ ખૂબ જ દુર્લભ છે અને સામાન્ય રીતે તે નાના કદમાં ઉપલબ્ધ હોય છે. કાશ્મીરની ખાણો ખલાસ થઈ ગઈ છે અને તેથી કાશ્મીર મૂળના મોટાભાગના નીલમ અગાઉથી ઉપયોગમાં લેવાતા હોય તે જ મળે છે. નીલમને સામાન્ય રીતે તેમના રંગ અને પારદર્શિતાને વધારવા માટે ગરમ કરવામાં આવે છે.

નીલમ (બ્લુ સેફાયર) પહેરવાના ફાયદા અને પ્રક્રિયા..

 એસ્ટ્રોલોજી - જયોતિષ શાસ્ત્રમાં  જે કહેવાયું છે તે મુજબ બ્લુ નીલમને સૌથી શકિતશાળી રત્ન માનવામાં આવે છે. નીલમ એ શકિતનો પાવર હાઉસ છે. તે સમાજમાં સફળતા, નામ અને ખ્યાતિ લાવતો હોવાની માન્યતા સર્વત્ર જાણીતી છે. શનિ ગ્રહ માટેનો  તે ખાસ એક રત્ન છે. જયારે શનિ નબળો હોય છે, ત્યારે વ્યકિતને તેના પ્રયત્નો છતાં ધીમું પરિણામ મળે છે. સફળતામાં વિલંબ થાય છે અને વ્યકિતને જે લાયક છે તે પ્રાપ્ત કરવા માટે તેને ખૂબ જ મહેનત કરવી પડે છે. નબળો શનિ વ્યકિતને ડિમોટિવેટેડ અને આળસુ બનાવે છે. બીજી બાજુ, જો શનિ મજબૂત હોય, તો વ્યકિતને  પોતાના વર્તુળ-સમાજમાં માન-મર્તબો, ખ્યાતિ અને લોકપ્રિયતા મળે છે. મજબૂત શનિ આર્થિક વિકાસ અને પ્રેરણાની ખાતરી આપે છે. તે વ્યકિત યોગ્ય દિશામાં કામ કરવા માટે પ્રેરણા અને  વળતર યોગ્ય પ્રમાણ મેળવે છે તેવું શાસ્ત્રમાં વિવિધ સ્થળોએ  કહેવાયેલું જોવા મળે છે.

નબળો શનિ, વ્યકિતગત અને વ્યવસાયિક જીવનમાં વિવાદનું કારણ બની શકે છે. નબળો શનિ જીવનમાં કોર્ટના વિવાદો લાવી શકે છે. નીલમ પહેરવાથી શનિને મજબૂત બનાવવામાં મદદ મળે છે. નીલમ અથવા બ્લુ સેફાયર એ શનિ ગ્રહ માટેનો એક રત્ન છે અને તે જયોતિષ અથવા રત્નશાસ્ત્રીની સલાહ લીધા પછી પહેરવાનું યોગ્ય રહેશે.

નીલમ ખૂબ શકિતશાળી રત્ન હોવાથી, તે થોડા દિવસોમાં પરિણામ બતાવે છે. ગુનાહિત કેસો, છૂટાછેડાનાં કેસો વગેરે જેવા વિવાદોને હલ કરવા માટે નીલમ ખૂબ અસરકારક 'સ્ટોન' મનાય છે. તે જમણા હાથની મધ્ય આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરવી જોઈએ. તે પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. નીલમ પહેરવાનો દિવસ શનિવાર છે. નીલમ એ સૌથી મોંઘા રત્ન માહેનો એક છે.  જયારે તમે નીલમ ખરીદો ત્યારે જો તમને નીલમ સસ્તા દરે મળે તો તમારે સાવચેત રહેવું જોઈએ. શકયતાઓ એ છે કે જો તમને કોઈ અકુદરતી અથવા બનાવટી, કાપકુપ કરાયેલ અથવા વપરાયેલ રત્ન પણ ધાબડી દઇ શકે છે.  માટે જાણકાર અને નિષ્ણાંત તથા પ્રતિષ્ઠિત લોકો પાસેથી નિલમ લેવો હિતાવહ છે. આમ જો તમને સસ્તા દરે નિલમ મળે તો તમારે સાવધ રહેવું જોઇએ.

જયોતિષીય હેતુ માટે બ્લુ સેફાયર એટલે કે નીલમ પહેરતી વખતે પુરી ખાતરી કરવી આવશ્યક છે કે  તે સ્ટોનમાં ક્રેકસ, બ્લેક સ્પોટ્સ અથવા અન્ય કોઈ દોષ ન હોય જોઈએ.

(લેખક ખુબ જ જાણીતા યુવાન એસ્ટ્રોલોજર છે. સ્ટોન ઉપર તેમની માસ્ટરી ગણાય છે. તેમને મળવુ હોય -સલાહ લેવી હોય તો અગાઉથી સમય મેળવવો જરૂરી છે.  વિવિધ સ્ટોન વિષે અકિલા માટે વિનામુલ્યે વિગતો આપવા તેમણે સહમતી દર્શાવી છે.)

નીલમના ગુણધર્મો

કઠિનતાઃ ૯ (મોહની કઠિનતાનો સ્કેલ)

ઓપ્ટિક કેરેકટરઃ એનિસોટ્રોપિંક

રીફ્રેકિટવ ઇન્ડેકસઃ ૧.૭૬૦ - ૧.૭૭૮.

બાયફ્રીંજન્સઃ ૦.૦૦૭ - ૦.૦૧૦.

વિશિષ્ઠ ગુરુત્વાકર્ષણઃ ૩.૯૯ - ૪.૦૧.

આલેખનઃ સમજ

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટઃ મો.૯૫૩૭૩૪૨૮૪૫

(2:03 pm IST)