Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

થર્ટી ફર્સ્ટની ઉજવણી કરો 'મોટેલ ધ વિલેજ'ને સંગ

લીલાછમ રિસોર્ટમાં 'જલસો ૨૦૨૦' : સંસ્કૃતિ - પ્રકૃતિ- સંતુષ્ટિની અનુભૂતિઃ ગાયક - એન્કર રીના સોની ડીજેના તાલ સાથે સૌને ડોલાવશે : ભોજનમાં ૨૦ થી ૨૫ આઈટમોનો રસથાળ : આતશબાજી - ડાન્સ મસ્તી સાથે નવા વર્ષને આવકારાશે

રાજકોટ : સમયને વિતતા કયાં વાર લાગે છે? સમય ઝડપથી જતો રહે છે તે પ્રમાણે હવે બસ થોડા દિવસમાં ૨૦૧૯નું વર્ષ વિદાય લઈ રહ્યુ છે અને ૨૦૨૦નું નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં છે. જૂની સુનહરી - પ્રેમભરી સ્નેહાળ 'યાદ'ને હંમેશા માટે માનસપટમાં સમાવી જીવનભરની યાદ તરીકે સાચવી નવા વર્ષને વધાવવા માટે સમગ્ર વિશ્વ તૈયાર છે.

નવા વર્ષનો ઉત્સાહ - ઉમંગને વધાવવા નવા વર્ષ ૨૦૨૦ને આવકારવા માટે હંમેશાની જેમ જ 'મોટલ ધ વિલેજ' (એમટીવી) તૈયાર છે. નવા નવા આકર્ષણો નવી નવી સ્વાદિષ્ટ વાનગીના રસથાળ આપની સેવામાં હાજર હશે. ઉત્સાહ - ઉમંગ આનંદ સાથે નવા વર્ષ - ૨૦૨૦ને આગમનને રંગેચંગે ઉજવવામાં આવશે.

મોટલ ધ વિલેજ ૩૧ ડિસેમ્બરના સાંજના ૭ વાગ્યાથી ભવ્યાતિભવ્ય બોલીવૂડ થીમ સજાવટ - નયનરમ્ય લાઈટીંગ - જબરદસ્ત ડીજેના સથવારે ૨૦૧૯ને વિદાય અને ૨૦૨૦ને વધાવવા તૈયાર છે. ડીજેની ધમાલ મસ્તી આકર્ષક થીમ બેઈઝ ડેકોરેશન - ગુજરાતી ફિલ્મની હિરોઈન અને સીંગર એન્કર રીના સોની ૩૧ ડિસેમ્બર રઢીયાળી રાતને તેમના જાદુઈ - અવાજ - એન્કરીંગથી અહલાદક બનાવી દેશે સૌને ડીજે તાલે થીરકવા - ડાન્સ કરાવી વર્ષને યાદગાર બનાવી દેશે.

સાથે સ્વાદિષ્ટ બુફેટ મેનુ - જેમાં અનલીમીટેડ બુફેટ (૨૨ થી ૨૫ આઈટમ) સાથે મોટલ ધ વિલેજનો પરંપરાગત સ્વાદ - સ્વાદિષ્ટતા સાથે સ્વચ્છતાનો સંગમ સમો ભોજનના રસથાળને માણવા તૈયાર રહવા યાદીમાં જણાવાયુ છે.

વર્ષને વિદાય કરવા અને નવા વર્ષના આગમનને વધાવવા માટે મોટલ ધ વિલેજના અન્ય આકર્ષણો પણ સાંજે રંગીન બનાવી તમારા ઉત્સાહ - ઉમંગને ચાર ચાંદ લગાવી દેશે. રાત્રીના ૧૨ વાગ્યે ભવ્ય આતશબાજી સાથે ડીજેની ધમાલ - મસ્તી સાથે વર્ષ ૨૦૨૦ને ભવ્ય રીતે આવકારીશુ.

અન્ય આકર્ષણો પણ ખરા જેવા કે રાજસ્થાની ફોક ડાન્સ - કથપુતલી શો - ટેટુ આર્ટીસ્ટ - ફાયર શો - એડવેન્ચર ગેઈમ મસ્તી - સેલ્ફી ઝોન - ગઝલ સિંગર - જયોતિષ મહારાજ - કુંભાર - જાદુગર જેવા શો બાળકો - મિત્રો - પરિવારને મસ્તી- મજા કરાવવા તૈયાર છે.

વર્ષને ૨૦૧૯ને ભવ્ય રીતે વિદાય અને ૨૦૨૦ને અભૂતપૂર્વ ઉત્સાહ - ઉમંગથી આવકારવા રમણીય નૈસર્ગિક - લીલાછમ રિસોર્ટ મોટલ ધ વિલેજમાં એમટીવી અને જલસો-૨૦૨૦ને રંગીન બનાવી દેવા તથા અદ્દભૂત નવા વર્ષની ઓફરોનો આનંદ માણો. સંસ્કૃતિ - પ્રકૃતિ - સંતુષ્ટિની અનુભૂતિ એટલે મોટલ ધ વિલેજ.

પાસ માટે સંપર્ક રચિત હિતેશભાઈ પોપટ - ૯૭૨૭૨ ૩૩૨૯૭, મોટલ ધ વિલેજ - ૯૭૧૨૭ ૮૩૩૩૩, રોયલ બેગ, ડો.યાજ્ઞિક રોડ, થર્ડ આઈ ડિઝાઇન સ્ટુડિયો, સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડ.

(11:05 am IST)