Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વિડીયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવની ટકોર

પ્રાદેશિક નગરપાલિકા કમિશનરો કોન્ફરન્સમાં કેમ હાજર નથી ?

રાજકોટ, તા. ૨૪ : દર બુધવારે મંત્રી મંડળની બેઠક પૂર્વે મુખ્ય સચિવ તમામ જિલ્લા કલેકટરો, ડી.ડી.ઓ. એસ.પી. સાથે વિડીયો કોન્ફરન્સથી કામગીરીની સમીક્ષા કરે છે અને નવી કામગીરીની સૂચના આપે છે. રાજ્યના તમામ ૬ નગરપાલિકા પ્રાદેશિક કમિશનરોને જે તે કલેકટર કચેરીમાં કોન્ફરન્સ વખતે હાજર રહેવા અગાઉ સૂચના અપાયેલ આજે માત્ર એક જ પ્રાદેશિક કમિશનર કોન્ફરન્સમાં હાજર હોવાથી બાકીના બાબતે ખૂલાસો પૂછવા મુખ્ય સચિવે શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવને તાકીદ કર્યાનું જાણવા મળે છે.

(3:59 pm IST)