Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વિદેશી દારૃના બે ગુનામાં ફરાર સપ્લાયર મહેબુબ ઉર્ફે મેબલાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ગંજીવાડામાંથી ઝડપાયો : દારૃ,જુગાર અને જાહેરનામા ભંગ સહિતના ૧૦ ગુનામાં સામેલ

રાજકોટ,તા.૨૪: શહેરના બે અલગ -અલગ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે કબ્જે કરેલા વિદેશી દારૃના બે ગુનામાં છ મહિનાથી ફરાર સપ્લાયરને ક્રાઇમ બ્રાંચની ટીમે ગંજીવાડામાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચે અગાઉ બે અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે બે શખ્સોને પકડી લીધા હતા બંનેની પુછપરછ દરમ્યાન મહેબુબ ઉર્ફે મેબલાનું નામ ખુલ્યુ હતું. દરમ્યાન મહેબુબ ઉર્ફે મેબલો ગંજીવાડા વિસ્તારમાં આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. મહેશભાઇ ચાવડા અને શકિતસિંહ ગોહિલને બાતમી મળતા મહેબુબ ઉર્ફે મેબલો ઉર્ફે બેરો અલ્લારખાભાઇ અજમેરી (ઉવ.૩૬) (રહે. જંગલેશ્વર મેઇન રોડ આહિરવાસ અને ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશનની સામે શેરી નં. ૨માં) તે ગંજીવાડામાંથી પકડી લીધો હતો. મહેબુબ અગાઉ દારૃના ૬, જુગારના ૩ અને જાહેરનામા ભંગ સહિત ૧૦ ગુનામાં પકડાઇ ચૂકયો છે. તેમજ ત્રણ વખત પાસામાં પણ જઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ રાજદીપસિંહ, જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ.ભરતસિંહ, મહેશભાઇ, જયદીપસિંહ, શકિતસિંહ અને કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(3:50 pm IST)