Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજકોટ જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧ થી પ ના ૩૭% વિદ્યાર્થીઓની હાજરી

આજે ૧,ર૭,૦૯ર પૈકી ૪૭૧૬પ વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં હાજર

રાજકોટ, તા. ૨૪ :. જિલ્લામાં જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતી સરકારી

અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો. ૧ થી ૫ના વિદ્યાર્થીઓની હાજરી બાબતે સાધારણ પ્રતિભાવ છે. સરકારે ધો. ૧ થી ૫નું વર્ગ શિક્ષણ શરૃ કર્યા પછી આજે ત્રીજા દિવસે ૩૭ ટકા જેટલી હાજરી રહી છે. હાલ વિદ્યાર્થીઓને મહત્તમ ૫૦ ટકાની ક્ષમતાના પ્રમાણમાં બોલાવવાના રહે છે. વાલીની સહમતી ફરજીયાત છે. હાલ વર્ગ શિક્ષણ ફરજીયાત નથી. આવતા દિવસોમાં વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની ધારણા છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર સિવાય જિલ્લાના ગ્રામ્ય અને નગર વિસ્તારોમાં ધો. ૧ થી ૫નો અભ્યાસ કરાવતી કુલ ૧૩૩૫ શાળાઓ છે. તેની વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૭૦૯૨ થાય છે. તે પૈકી આજે ૪૭૧૬૫ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ભણવા આવ્યા છે.

(3:49 pm IST)