Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગ્રંથાલય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડો. તેજસ શાહનું સાહિત્ય સેતુ દ્વારા સન્માન

 રાજકોટ : ગ્રંથાલય ક્ષેત્રે છેલ્લા ૨૧ વર્ષથી વી.વી.પી. ઈજનેરી કોલેજ ગ્રંથાલયમાં ફરજ બજાવતા ગ્રંથપાલ ડો. તેજસ શાહનું  તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે લાઈબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કાર્યો અને યોગદાન બદલ, રાષ્ટ્રીય  ગ્રંથાલય સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત દિકરાનું ઘર-ઢોલર। દ્વારા સંચાલિત સાહિત્ય સેતુ સંસ્થા દ્રારા ભવ્ય બહુમાન કરવામાં  આવ્યું.  સંસ્થા દ્વારા ગ્રંૅથપાલશ્રીની ઘરે જઈ તેના પરિવારજનોની હાજરીમાં એક અલગ અંદાજથી પરંપરાગત શૈલીથી શ્રીફળ, પડો, સાલ અને  પુસ્તક અર્પણ કરી તેમને સ્વામીનારાયણ ગુરૃકુળના પૂર્વ આચાર્યશ્રી વધાસીયા તથા સંસ્થાના ખૂબ એકટીવ વડિલો અનુપમભાઈ દોશી  પરિમલભાઈ જોશી, હસુભાઈ શાહ, પ્રકાશભાઈ હાથી, કક્કડભાઇ, શ્રી વોરાભાઇ , જયેન્દ્રભાઈ મહેતા તથા  પી.એમ. રૃપારેલિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.   આ પ્રસંગે ડો. તેજસ શાહને ગ્રંથપાલ તરીકેની યાત્રા અંગે  તેમની સફળતા માટે સ્વ.પ્રવીણકાકા મણીઆર , અને તેમના પત્ની હેતલબેનનો  સિંહફાળો તથા વી.વી.પી.ના સૌ સહકર્મચારીઓનો સહયોગ રહયો છે તેમ જણાવેલ હતું.   તેમના આ  બહુમાન બદલ તેઓ પર અભિનંદનની વર્ષા (મો.૭૫૬૭૦ ૪૯૩૦૧, ૯૪૨૮૨ ૦૦૫૨૧) થઈ  રહી છે.

(3:47 pm IST)