Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જન્મદિન નિમિતે યોજનાઓના મીઠા ફળ લોકો સુધી પહોંચાડતા રાજાભાઇ ચાવડા

ભાજપ અગ્રણી રાજેષ (રાજા) ચાવડાએ સરકારી યોજનાઓના લાભાર્થી બનાવવા લોકસંપર્ક કરેલ તે પ્રસંગની તસ્વીર (૬.૨૭)

રાજકોટ તા. ર૪ : જન્મદિવસ નિમિતે મત વિસ્તારમાં ગવરીદળ, બેડી, જારીયા, આણંદપર (ટ), કણકોટ, વાજડી, રતનપર, હડમતીયા બેડી, પરા પીપળીયા વિગેરે ગામે ગામ ફ્રી નિદાન કેમ્પ, આયુષ્માન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, વેકસીનેશન કેમ્પ વિગેરે મારા મત વિસ્તાર તથા આસપાસ પ્રધાનમંત્રી વીમા યોજનાનો લાભ અપાવી વીમાનું કવચ રાજેશભાઇ ચાવડા (રાજા)એ સાચું સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડયું હતું.

ગામ સરપંચ કરમશીભાઇ કરણાભાઇ બાંભવા, આગેવાન ભરતભાઇ વિરાભાઇ ડોડીયા, દિનેશભાઇ વિરાભાઇ ડોડીયા, ઉપસરપંચ પરેશભાઇ સાકરિયા, ધર્મેશભાઇ ડોડીયા, ધનરાજભાઇ ડોડીયા, ભાવસિંહ ડોડીયા, અજયભાઇ ડોડીયા, જીવાભાઇ બાંભવા, જીલુભાઇ ખાંભવા, બી.એ. ડાંગર હોસ્પિટલ ડો. અક્ષય જાદવ અન્ય ગામ આગેવાન, ડો.સ્ટાફ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાજેશભાઇ ચાવડાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

જીલ્લા ભાજપ આગેવાન રાજેશભાઇ ચાવડાના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી વીમા યોજનાનો લાભ વિસ્તારના લોકોને આપેલે છે. જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, ચેરમેન, તમામ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા તેમજ હોદેદારો અને કાર્યકર્તાએ રાજેશભાઇના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. 

(3:47 pm IST)