Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

સેનેટની ચુંટણીઃ યુનિવર્સીટીના ઓર્ડીનન્સ એકટ મુજબ નિયમમાં બદલાવ યોગ્ય નથીઃ યુથ કોંગ્રેસ

રાજકોટઃ યુથ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ, ઉપકુલપતિશ્રીને રજુઆત કરતા જણાવેલ કે સેનેટની ચુંટણીમાં મતદાર નોંધણી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચુંટણી અધિકારીએ મતદાર નોંધણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ અને તેમાં મતદાર નોંધણીની પ્રક્રિયા ઓફલાઈન રાખવી તેવું જણાવેલ. ત્યાર બાદ  ચુંટણી અધિકારીએ ઓનલાઈન ચુંટણીની મતદાર નોંધણી પ્રક્રિયા કરવી તેવું જણાવેલ. તો આ બાબત યોગ્ય જણાતી નથી. યુનિવર્સિટીના ઓર્ડનન્સ એકટ મુજબ આ રીતનો બદલાવ નિયમમાં યોગ્ય નથી અને ઓર્ડડિનન્સ એકટનો ભંગ થાય છે. તો અમારી યુવક કોંગ્રેસ વતી ફરિયાદ નોંધવામાં આવે અને ભાજપના ઈશારે ચુટણી અધિકારીશ્રી પોતાનું કાર્ય કરવાનું બંધ કરે અને આ ફરિયાદ રાજયના શિક્ષણમંત્રી અને મહામહિમ રાજયપાલને પણ કરવામાં આવશે. એક વખત ચુંટણીનું મતદાર નોધણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થઈ ગયા બાદ તેમાં બદલાવ કરવો જે કાયદેસર ન હોવાનું જણાવેલ. આ રજુઆતમાં આદિત્યસિંહ ગોહીલ (મહામંત્રી, પ્રદેશ યુથ કોંગ્રેસ), હરપાલસિંહ જાડેજા (રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ) અને અલ્પેશ સાધરીયા (રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ) સહિતના જોડાયા હતા. 

(3:46 pm IST)