Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

શહેરમાં કુતરા કરડવાના કેસ વધતા મ.ન.પા. તંત્ર ધંધે લાગ્યુ : ૩૯૦ શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન તથા હડકવા વિરોધી રસીકરણ

રાજકોટ,તા. ૨૪ : છેલ્લા સપ્તાહમાં શહેરમાં કુતરા કરડવાના કેસ વધતા તંત્ર ધંધે લાગ્યુ છે. મ.ન.પા. દ્વારા છેલ્લા ૨૨ દિવસમાં ૩૯૦ શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન તથા હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવેલ છે.

આ અંગે મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરના શ્વાનોનાં પ્રશ્નોના નિરાકરણ માટે શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધી રસીકરણ તથા ડોગ ફ્રેન્ડલી વર્કની કામગીરી કરવામાં આવે છે. તા. ૧ થી તા. ૨૨ નવેમ્બર દરમ્યાન ૧૬૫ શ્વાનોનાં શ્વાન વ્યંધિકરણ ઓપરેશન તથા હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવેલ છે. ૨૨૫ શ્વાનોને સ્થળ પર જ ફરીથી હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવેલ છે તથા અવારનવાર કરડતાં ૨ શ્વાનોને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે શાંત કરી ફરી મુળ જગ્યાએ પરત મુકવામાં આવેલ છે. 

(3:36 pm IST)