Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કોટડાસાંગાણીના માણેકવાડા ગામની સીમમાંથી ૧.૪૧ લાખનો દારૂ ઝડપાયો

દારૂનો જથ્થો મંગાવનાર જીતેન્દ્રસિંહની શોધખોળઃ રૂરલ ક્રાઈમ બ્રાંચનો દરોડો

રાજકોટ, તા. ૨૪ :. કોટડાસાંગાણીના માણેકવાડા ગામની સીમમાં રૂરલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી ૧.૪૧ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

જિલ્લામાં દારૂ, જુગારની બદી નાબુદ કરવા રૂરલ એસપી બલરામ મીણાની સૂચના અન્વયે રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એ.આર. ગોહિલ તથા પીએસઆઈ એસ.જે. રાણાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ. એ.આર. ગુજરાતી, પો.કો. રહીમભાઈ દલ, ભાવેશભાઈ મકવાણા તથા પ્રહલાદસિંહ રાઠોડને મળેલ બાતમી આધારે માણેકવાડા ગામે જૂની ખોખરી માર્ગે જાડીધાર વિસ્તાર નામે ઓળખાતી સીમમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા નીરૂભા જાડેજા રહે. માણેકવાડાની વાડીમાં રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૬૭ કિં. ૧૪૧૬૦૦ તથા હોન્ડા મળી કુલ ૧.૬૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. વાડી માલિક જીતેન્દ્રસિંહ મળી ન આવતા તેના વિરૂદ્ધ કોટડાસાંગાણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ મહેશભાઈ જાની, હેડ કોન્સ. મહીપાલસિંહ જાડેજા તથા પ્રણયભાઈ સાવરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:33 pm IST)