Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજકોટ વહિવટી તંત્ર અને જેલ તંત્રના સંકલનથી કેદીની જિંદગી બચી ગઇ

હાર્ટએટેક આવતાં અમદાવાદ લઇ જવાની જરૂર હોઇ ડો. ચાવડાએ મા યોજના કાર્ડ માટે એસડીએમને રજૂઆત કરી અને સફળતા મળી

રાજકોટ તા. ૨૪: સેન્ટ્રલ જેલમાં રખાયેલા ૪૫ વર્ષિય કેદી મહેન્દ્રસિંહ ઝાલાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં જેલ દવાખાનામાં ઇસીજી કાઢવામાં આવતાં હાર્ટએટેક હોવાનું નિદાન થતાં તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આઇસીસીયુ વિભાગમાં દાખલ કરાયેલ. પહેલો જ હાર્ટએટેક હોઇ અને હાલત ગંભીર હોઇ પરિસ્થિતિને અનુલક્ષીને સ્િવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પરંતુ વધુ સારવાર માટે એન્જીયોગ્રાફી માટે અમદાવાદ રીફર કરવાની જરૂર જણાતાં ડો. મહેન્દ્ર ચાવડાએ એસડીએમશ્રી સિધ્ધાથૃ ગ્ઢવીનો સંપર્ક કરવી મા યોજનાનું કાર્ડ મળી જાય  તો તમામ સારવાર ફ્રી થઇ શકે તેવી રજૂઆત કરતાં તેમણે તુરંત મામલતદારને જાણ કરતાં બે કલાકમાં જ રજાના દિવસે પણ આવકનું સર્ટિફિકેટ ઇશ્યુ કરાયું હતું અને સોમવારે જ મા યોજના કાર્ડ બની જતાં તુરત કેદી દર્દીને અમદાવાદ રીફર કરી શકાયા હતાં. જ્યાં એન્જીયોગ્રાફી-એન્જીયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી જેવી મોંઘી સાારવાર તુરત ઝડપી બની હતી.

આ કામગીરી પાર પાડવા એસડીએમ સ્ધ્ધિાર્થ ગઢવી-સીટી મામલતદાર, જેલ અધિક્ષકશ્રી બન્નો જોષી, નાયબ અધિક્ષક આર. ડી. દેસાઇ, પીઆઇ બી. બી. પરમાર, મેડિકલ ઓફિસર એમ. સી. ચાવડા અને ડો. મકવાણા તથા જેલ સ્ટાફે નોંધપાત્ર ફરજ બજાવી હતી.

(3:32 pm IST)