Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજકોટની ત્રણ સબ રજીસ્ટ્રાર 'મોડલ' કચેરી તરીકે વિકસાવાશે કલેકટર પાસે ર૭૦૦ ચો.મી. જગ્યા મંગાઇઃ સવા બે કરોડ પણ મંજૂર

ત્રણેય કચેરીનું વિભાજન પણ થશેઃ ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક જેઠવા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ હવે રાજકોટની ત્રણ સબ રજીસ્ટ્રાર કચેરી કે જે હાલ ડી. એચ. કોલેજ કમ્પાઉન્ડ ખાતે બેસે છે, તે ત્રણેય કચેરીનું વિભાજન કરી રાજયમાં 'મોડલ' કચેરી તરીકે વિકસાવવા અંગે મહત્વની કાર્યવાહી હાથ ધરાઇ છે.

સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે સબ રજીસ્ટ્રાર ઝોન ૩-૪-પ ને 'મોડલ' કચેરી તરીકે વિકસાવવા અંગે અને નવા અદ્યતન બિલ્ડીંગ અંગે રાજય સરકારે મંજૂરી આપી દિધી છે, આ માટે ૮ મહિના પહેલા સરકાર દ્વારા ર કરોડ ૩૦ લાખની સ્પે. ગ્રાંટ રકમ પણ મજૂર કરવામાં આવી છે.

હાલ ઝોન-૩ માં જામનગર રોડ સાઇડના વિસ્તારો, ઝોન-૪ માં રૈયા અને ઝોન-પ માં મૌવા વિસ્તારના દસ્તાવેજો થાય છે, આ ત્રણેય કચેરીના બિલ્ડીંગ પહેલા ર૧૦૦ ચો. મી. વિસ્તારમાં કેન્સર હોસ્પીટલ પાસે બનાવવાનું નકકી કરાયેલ, પરંતુ સ્થળ તપાસ દરમિયાન પુરતી જમીન ન હોય.

એ જગ્યા કેન્સલ કરાઇ હતી, આ પછી અધિકારીઓ દ્વારા ૧પ૦ ફુટ રીંગ રોડ પર મોકાજી સર્કલ અને રામદેવ ચોકડી પાસે જગ્યા જોવાઇ હતી, પરંતુ ત્યાં પણ જગ્યા અનુકુળ જણાઇ ન હતી.

આ પછી કાલાવાડ રોડ ઉપર સયાજી હોટેલ પાસે રેવન્યુ સર્વે નં. ૧ર૩ પૈકી-૧, ફાઇનલ પ્લોટ નં. ૪૪૮ ની કુલ ર૭૦૦ ચો. મી. જમીન અનુકુળ જણાતા આ જગ્યાની માંગણી હાલના વર્તમાન ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક શ્રી એસ. એમ. જેઠવા દ્વારા કલેકટર પાસે કરાઇ છે, કલેકટર આ જગ્યા મંજૂર કરશે કે ર કરોડ ૩૦ લાખના ખર્ચે ત્રણ મોડલ સબ રજીસ્ટ્રાર કચેરી નવી બનાવાશે.

(3:32 pm IST)