Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મનપા દ્વારા સ્વચ્છતા જન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

 રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લગત દૈનિક કામગીરીની સાથે-સાથે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અંગે પ્રત્યેક નાગરિક સ્વચ્છતા જુંબેશમાં સહભાગી બને તેવા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત આગામી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મોદી સ્કૂલ ખાતેના, વેસ્ટ સેગ્રીગેશન તથા હોમ કમ્પોસ્ટીંગ બાબતે સ્કુલના વિધાર્થીઓ માટે તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવેલ તે અંગેની વિસ્તૃત માહિતી/સમજણ CapaCITIES પ્રોજેકટ અંતર્ગત ICLEI સંસ્થાના નિલેશ પ્રજાપતિ તેમજ રાહુલ  સિંઘ દ્વારા આપવામાં આવેલ. આ પ્રસંગે મોદી સ્કુલના પ્રિન્સીપાલ નિલેશ કણજારીયા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ૮ના સેનિટેશન ઓફિસર મૌલેષભાઈ વ્યાસ, વોર્ડના એસ. આઈ., એસ.એસ. આઈ. તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.

(3:29 pm IST)