Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

આમ આદમી પાર્ટીના ગૌતમનજી રાજકોટમાં

 આમ આદમી પાર્ટીના દિલ્હીના કેબીનેટ મંત્રી રાજેન્દ્રપાલ ગૌતમજી રાજકોટના પ્રવાસે પધારતા અહીંના આમ આદમી પાર્ટી મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે સમયે શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, ઉપપ્રમુખ ચેતનભાઇ કમાણી, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, ઝોન પ્રભારી રાકેશભાઇ સોરઠીયા, વિપુલભાઇ તેરૈયા, શહેર મંત્રી રમેશભાઇ ગોજારીયા, મહિલા મહામંત્રી હર્ષાબેન શેઠ, એલ. સી. સેલ પ્રમુખ દિપકભાઇ મકવાણા, કરણભાઇ દુલેરા, આર.ટી.ઇ. સેલના પ્રમુખ નાથાલાલ ચિત્રોડા, પ્રકાશભાઇ ચાવડા, પિયુષભાઇ ભંડેરી, મહેશભાઇ વગેરેએ ઉપસ્થિત રહી સ્વાગત કર્યુ હતુ.

(3:29 pm IST)