Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અણદાણી પરિવાર દ્વારા દીકરાના જન્મદિન નિમિતે દાન

રાજકોટ : અણદાણી પરિવાર દ્વારા વ્હાલસોઇ દીકરી 'પ્રાપ્તિ' ના જન્મ દિવસની અનેરી ઉજવણી કરવામાં આવેલ હતી. અણદાણી પરિવાર દ્વારા શ્રી વિશાલભાઇ નાથાભાઇ અણદાણીની વ્હાલસોઇ દીકરી 'પ્રાપ્તિ'ના જન્મ દિવસ નિમિતે હેમુ ગઢવી હોલ ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને પ્રાપ્તીએ તાંડવ નર્તન ઇન્સ્ટીટયુટ ઓફ કલાસિકલ ડાન્સ-રાજકોટ પ્રસ્તુત 'આરંગેત્રમ' ભરતનાટયમ પ્રસ્તુત કર્યુ હતું. પરિવાર દ્વારા પ લાખ પ૧ હજારની રકમનું દાન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરના હસ્તે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટમાં અર્પણ કરાયેલ. આ જન્મ દિવસ પ્રસંગે શ્રી નાથાભાઇ અણદાણી (બજરંગ ફાઉન્ડ્રી), વિશાલભાઇ નાથાભાઇ અણદાણી, જીજ્ઞેશભાઇ નાથાભાઇ અણદાણી, નીતિનભાઇ અણદાણી, પ્રણવભાઇ અણદાણી, મનસુખભાઇ મુંગરા, રાજયોગીની બ્ર. કુ. ભારતીદીદી (ગુજરાત ઝોન ડાયરેકટર) વિગેરે હાજર રહ્યા હતાં.

(3:28 pm IST)