Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજકોટ ગ્રામ્ય વીજ કચેરીના કાર્યપાલક ઇજનેર પરમારે બઢતીના ઓર્ડર અંગે વાંધો લીધોઃ એમડીને ખૂલ્લો પત્ર

બઢતી મેળવનાર કણસાગરા સામે તપાસ ચાલુ છે તો બઢતી અપાઇ તો મને કેમ નહી ?!

રાજકોટ તા.ર૪ : રાજકોટ ગ્રામ્ય વીજ કચેરીના કાર્યપાલક ઇજનેર પરમારે તાજેતરના બદલી-બઢતીના ઓર્ડરમાં વિવાદનો મધૂપડો છંછેડાયો છે. પીજીવીસીએલના વહીવટી સંચાલક તથા એમડીને ખુલ્લો પત્ર પાઠવી ઉમેર્યુ છે કે મારી અટકાવામાં આવેલ બઢતી કે..એન. કણસાગરા, નાયબ અધિક્ષક રાજકોટને નિતીનીયમ મુજબ મળેલ છે તે નીતીનિયમ મુજબ આપવા ઉમેર્યુ છે.

પત્રમાં ઉમેર્યું છે કે શ્રી કણસાગરાને નાયબ અધિક્ષકમાંથી અધિક્ષક હિસાબનીશ તરીકે બઢતી અપાઇ છે, મે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તહોમતનામુ દાખલ કર્યુ છે, આથી તેઓ બઢતી માટે હકદાર બનતા નથી...આમ છતા કણસાગરાને બઢતી આપવામાં આવેલ છે. આથી કણસાગરાને જે નિયમો આધીન બઢતી મળી છે, તે નિયમ મુજબ બઢતી મળવી જોઇએ, તેમ પત્રમાં ઉમેરી તાકિદે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

(3:27 pm IST)