Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મનપાના સ્ટેન્ડિગ કમિટિ રૂમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કટ આઉટ ફોટો લગાવાયો

રાજકોટઃ શહેરનાં ઢેબર રોડ પર આવેલ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીનાં પ્રથમ માળે આવેલ અદ્યતન સ્ટેન્ડિગ કમિટિનાં કોન્ફરન્સ રૂમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં કટ આઉટ લગાવવામાં આવ્યા હતા. આજે આ કોન્ફરન્સ રૂમમાં વિજયભાઇ રૂપાણીનાં ફોટાની જગ્યાએ નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કટ આઉટ ફોટો લગાવવામાં આવ્યો હતો. તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:24 pm IST)