Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજકોટની ટૂંકી મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને વિકાસકામોનો અહેવાલ આપતા મેયર

રાજકોટ : ગઈકાલે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતે લગ્ન પ્રસંગે આવેલ. ત્યારે એરપોર્ટ ખાતે મેયર ડો.પ્રદિપ ડવએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ અને શુભેચ્છા મુલાકાત કરી હતી. શુભેચ્છા મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને શહેરમાં ચાલી રહેલ વિકાસના પ્રોજેકટ જેવા કે, ઓવરબ્રિજ, રામવન, ઉપલાકાંઠે બનાવવામાં આવી રહેલ લાયબ્રેરીના વિગેરે કામો હાલમાં પ્રગતિમાં છે તેમ મેયરશ્રીએ વિગત આપેલ. રાજકોટ શહેરના વિકાસમાં રાજય સરકારનો સહયોગ મળતો રહેશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ.

(3:24 pm IST)