Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

પૂ. નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે કાલે ચાર મુમુક્ષુઓની દિક્ષા આજ્ઞા અર્પણવિધી

રાજકોટ, તા. ર૪ :  અનેક આત્માઓને સત્યનો શાશ્વત માર્ગ, પ્રભુ પંથ દર્શાવનારા ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ ચરણશરણમાં વધુ ચાર આત્માઓને દીક્ષાની અનુજ્ઞા અર્પણ કરતી દીક્ષા આજ્ઞા અર્પણ વિધિનો પાવન અવસર, ગુરૂપુષ્ય નક્ષત્રના શુભયોગમાં પરમધામ સાધના સંકુલના કાલે પ્રાંગણે કાલે તા. રપ ના આયોજીત કરવામાં આવ્યો છે.

આકોલા મહારાષ્ટ્રના દોશી પરિવારના માતા અને દીકરો સાથે પ્રયાણ કરશે પ્રભુ માર્ગે! ૬ વર્ષ પહેલા દીકરીની દીક્ષા આજ્ઞા આપનારા નિશાબેન હવે દિકરા ભવ્ય સાથે પોતે પર વર્ષે દીક્ષા લેશે.

સ્વજન, પરિવાર અને સમગ્ર સંસારને ત્યજીને સંયમ અંગીકાર કરવા તત્પર બની રહેલા આકોલા નિવાસી મુમુક્ષુ શ્રી પ્રિયંકાબેન બકુલભાઇ પારેખ, રાજકોટ નિવાસી મુમુક્ષુ શ્રી નિધીબેન નીતિનભાઇ શાહ, આકોલા નિવાસી મુમુક્ષુ શ્રી નિશાબેન મનીષભાઇ દોશી તેમજ મુમુક્ષુ શ્રી ભવ્યભાઇ મનીષભાઇ દોશીની દીક્ષા આજ્ઞા અર્પણ વિધિના આયોજિત કરવામાં આવેલા આ અવસરે પરમ ગુરૂદેવના ચરણ-શરણમાં માંગલિક વિધિ-વિધાન સાથે ૪૯ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે પોતાના સંતાનો અને સ્વજનોને સંયમની સાધના અર્થે મંજુરી આપતા અનુજ્ઞા પત્રની અર્પણતાના અહોભીના દૃશ્યો સર્જાશે.

પરમાત્માએ કહ્યું છે, કર્મ ક્ષય કરવાના ૩ માર્ગ છે- ધર્મ કરવો, ધર્મ કરાવો અને ધર્મ કરનારની અનુમોદના કરવી ! જે સત્યના માર્ગે નિકળી પડવા ૪ મુમુક્ષુ આત્માઓ તત્પર બન્યા છે, તેવા આત્માઓને અનંત સંસાર પરિભ્રમણથી મુકત કરાવનાર સંયમની અનુજ્ઞા પત્રની અર્પણતાના આવા અનેરા અવસરની અનુમોદના કરવા તા. રપ ને ગુરૂવારે સવારે ૮-૩૦ લાકે પરમધામ સાધના સંકુલમાં લાઇવના માધ્યમે જોડાઇ જવા ભાવભર્યુ આમંત્રણ છે.

(3:23 pm IST)