Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

UPSC- GPSCના હેમેન ભટ્ટના પુસ્તકોને બિરદાવતા કલેકટર અને મ્યુ.કમિશનર

રાજકોટઃ પત્રકાર અને લેખક હેમેન ભટ્ટે તેમની લિખિત ''ટારગેટ જીપીએસસી'' અને ''ફલાઈંગ કલર્સ'' પુસ્તક તથા હેમેન ભટ્ટે સંપાદિત કરેલા. ગુજરાતના પૂર્વ કેબિનેટ પ્રધાન નરોત્તમભાઈ પટેલના પુસ્તક ''અંતરના ઝરૂખેથી'' તાજેતરમાં રાજકોટના  બે આઈએએસ અધિકારીઓ કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ તથા મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરાને અર્પણ કરી હતી.

આ અવસરે બંને અધિકારીઓએ હેમેન ભટ્ટને અભિનંદન આપ્યા હતા. ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસીના પુસ્તકો બહુ ઉપયોગી અને પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું. આ પુસ્તકની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રશંસા કરી છે, એ વાત જાણીને બંને અધિકારીઓ ખુશ થયા હતા. તેઓએ કહ્યુ હતું કે, આ પુસ્તકો જ એવા છે, જે જુએ તે પ્રશંસા કરે કારણ કે ગુજરાતમાં યુપીએસસી પ્રત્યે લગાવ ઓછો જણાય છે. ત્યારે વિદ્યાર્થીઓને યુપીએસસી માટે પ્રેરિત કરતા પુસ્તકથી યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવશે. એવો અમને  વિશ્વાસ છે. હેમેનભાઈ આ માટે તમે ખરેખર અભિનંદનના અધિકારી છો.

હેમેન ભટ્ટે (મો.૯૪૨૬૯ ૦૭૫૯૯) અધિકારીઓનો આભાર માનીને કહ્યું હતું કે, આ બંને પુસ્તકોમાં તમારા જેવા યુપીએસસી પાસ થયેલા અને જીપીએસસી પાસ થયેલા ઉમેદવારોની મુલાકાતો છે.

(3:22 pm IST)