Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રવિવારે સંવિધાન સ્વીકાર દિવસ ઉજવાશેઃ અનુ.જાતિના કોર્પોરેટરો-કોરોના વોરીયરોનું સન્માન

રાજકોટ શહેર અનુસુચીત જાતિ કેળવણી મંડળ દ્વારા આયોજનઃ સંતો-મહંતો આર્શીવચન પાઠવશે

રાજકોટઃ તા.૨૪, રાજકોટ શહેર અનુસુચીત જાતિકેળવણી મંડળ દ્વારા સંવિધાન સ્વીકાર દિવસની વર્ષ ૨૦૦૯થી પ્રતિવર્ષે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તા.૨૮ રવિવારે સવારે ૯:૩૦ કલાકે આયોજીત સમારોહમાં સમસ્ત અનુસુચીત જાતિના કોર્પોરેટરો તેમજ કોરોનાકાળ દરમિયાન સેવાકીયપ્રવૃતિઓ યોજનાર સંગઠનો અને કર્મશીલોને સન્માનીત કરવામાં આવશે. આ પ્રસંગે ડો. બાબા સાહેબ આંબેડકરના શિક્ષીત બનો, સંગઠીત થાવ અને સંઘર્ષ કરો ત્રિસુત્ર શતાબ્દી ઉજવણી અંતર્ગત રાજયવ્યાપી સંવૈધાનિક સંગઠન અભિયાનનો શુભારંભ કરાશે.

આ પ્રસંગે સંત ઉગમેશ્વર આશ્રમના મહંત, મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. ગોરધનબાપુ આર્શીવચન પાઠવશે. સમારોહના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને ઉદઘાટક તરીકે સમતા એજયુકેશન સંકુલ, દહેગામના પ્રણેતા તેમજ ઉત્તર ગુજરાત અનુસુચીત જાતિ કેળવણી મંડળ પુનમભાઇ પટેલ, સર્વોદય સેવા સંઘ પાડવાના કેળવણીકાર તેમજ મધ્ય ગુજરાત અનુસુચીત જાતિ કેળવણી મંડળના સંયોજક જીતેન્દ્રભાઇ અમીન, સિધ્ધાર્થ લો કોલેજ ગાંધીનગર તેમજ કામરેજના સંચાલક અને ભારત સરકારના જયુડીશીયલ મેમ્બર તેમજ દક્ષિણ ગુજરાત અનુસુચીત જાતિ કેળવણી મંડળના સંયોજક જયેશભાઇ ભૈરવીયા અને સૌરાષ્ટ્ર કચ્છ અનુસુચીત જાતિ કેળવણી મંડળના સંયોજક તેમજ નિવૃત તાલુકા કેળવણી નિરિક્ષક રાઘવભાઇ પારઘી તેમજ પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર શ્રી મતી ભાનુબેન મનોહરભાઇ બાબરીયા મનપા વિરોધપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, રાજકોટ મનપાના ટાઉન પ્લાનર એમ.ડી. સાગઠીયા રાજકોટ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ બાબુભાઇ ડાભી રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, નગર શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય જગદીશભાઇ ભોજાણી, ઇન્ડિયન્સ રેડક્રોસ સોસાયટી અરવલ્લી જીલ્લાના ચેરમેન ભરતભાઇ પરમાર ઉપસ્થિત રહેનાર છે.

આ સમારોહમાં અનુસુચીત જાતિના પ્રથમ વખત ચુંટાયેલા કોર્પોરેટરો હાર્દિકભાઇ પ્રહલાદભાઇ ગોહેલ, શ્રીમતી જયશ્રીબેન પ્રવિણભાઇ ચાવડા, રણજીતભાઇ જેઠાભાઇ સાગઠીયા, શ્રીમતી ભારતીબેન બકુલભાઇ મકવાણા અને કોરોનાકાળમાં સેવાકીય પ્રવૃતિઓ યોજનાર સંગઠનો અને કર્મશીલો શ્રી અલમીન ચેરીટેબલ ટ્રસ્ટ બૌધિસત્વ આંબેડકર બુધ્ધ વિહાર, કણકોટ, સંતશ્રી હિરસાગરબાપા ગુરૂદ્વારા, શ્રી સવગુણ સેવા પરિવાર રાજકોટ, શ્રી ગુરૂબ્રાહ્મણ સમાજ રાજકોટ, માધવ આશ્રમ મવડી, પ્રકાશભાઇ મકવાણા, નાયબ મામલતદાર એચ.ડી. દુલેરા, પ્રો. યોગેશ જોગસણની સાથે સાથે સંતશ્રી જેઠાદાદા પરિવાર મવડી મુકામે રૂ.૧૫ લાખના ખર્ચે સ્મશાન અદ્યતન કરનાર સંતશ્રી જેઠાદાદા પરિવારના સભ્યો પ્રેમજીભાઇ પરમાર, દેવજીભાઇ પરમાર અને ભરતભાઇ પરમાર અને સ્ત્રી સુરક્ષા માટે રજુઆત કરનાર વિદ્યાર્થીનું કુ. મિતલ કેશુભાઇ પરમારને સન્માનીત કરાશે.

સમારોહને સફળ બનાવવા જગદીશભાઇ ભોજાણીના માર્ગદર્શન સાથે સંસ્થાના પ્રમુખ અલ્કેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ રમેશભાઇ દાફડા, ખજાનચી એમ.જે. ચંદે, મંત્રી ડાયાલાલ સોલંકી, સહમંત્રી દિનેશભાઇ સોલંકી, ગોવિંદભાઇ માવદીયા, બાબુભાઇ ગોહીલ, જયંતિભાઇ પરમાર વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:21 pm IST)