Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

બ્રહ્મસમાજએ હંમેશા પથદર્શકની ભૂમિકા નિભાવી છે : સી.આર. પાટીલ

સમાજનું ઋણ યાદ રાખજો અને ભવિષ્યમાં અન્ય બાળકોને શિક્ષણ આપી તમારી ફરજ અદા કરજો : પૂ. રમેશભાઈ ઓઝા

જ્ઞાનસંકલ્પ પ્રકલ્પ દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવા બદલ સમસ્ત બ્રહ્મસમાજની ટીમને અભિનંદન : કશ્યપ શુકલ * અમારી ટીમનું સૂત્ર છે કે તમે ન બોલો પણ તમારા કાર્યને બોલવા દો : દર્શિત જાની

રાજકોટ : શ્રી સમસ્ત બ્રહ્મસમાજ - રાજકોટ દ્વારા આયોજીત જ્ઞાન સંકલ્પ પ્રકલ્પ - ૩ ખુલ્લો મૂકવામાં આવેલ. આ પ્રસંગે પ્રખર ભાગવતાચાર્ય અને રાષ્ટ્રીય સંત પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સમારોહ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સમારોહ ઉદ્દઘાટક તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, ભાજપ પ્રદેશ મહામંત્રી તથા સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, પ્રકલ્પના માર્ગદર્શક પ્રખર કેળવણીકાર ગીજુભાઈ ભરાડ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉદ્યોગ જગતના મનીષભાઈ મદેકા (રોલેક્ષ ઈન્ઙ પ્રા. લી.), સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્ઙ પ્રા. લી.) તથા પ્રકલ્પ સાથે જોડાયેલ શાળાઓના સંચાલકો જેમાં પ્રવિણાબેન જાની અને પૂર્વીબેન જાની (મુરલીધર સ્કુલ), નીરેનભાઈ જાની અને તૃપ્તિબેન જાની (ઈનોવેટીવ સ્કુલ), મહેશભાઈ જાની (સિસ્ટર નિવેદીતા સ્કુલ), સુદીપભાઈ મહેતા અને બ્રિજેશભાઈ મહેતા (શકિત કુલ) હર્ષ પુષ્કરભાઈ રાવલ (તપોવન સ્કુલ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યુ હતું કે, બ્રાહ્મણો સાથે મારો નજીકનો સંબંધ રહ્યો છે. બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામના માતુશ્રી રેણુકામાતા અમારા કુળદેવી છે અને દર વર્ષે હું તેમના દર્શન કરવા જાવ છું. બ્રાહ્મણો એ પથદર્શક છે અને એક ગરીબ બ્રાહ્મણની વાર્તા ભણવામાં આવતી હતી. પરંતુ આજે બ્રાહ્મણ સમૃદ્ધ થયો છે અને સરકારમાં તેમજ મોટી મોટી કંપનીઓમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

સમારંભ અધ્યક્ષ રાષ્ટ્રીય સંત પ.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના વકતવ્યમાં જણાવ્યુ કે બ્રાહ્મણોમાં જેમ યજ્ઞોપવિત સંસ્કાર અપાય છે તે રીતે આ દીક્ષા સમારોહ યોજવા બદલ આયોજકોને અભિનંદન. તેઓએ જણાવ્યુ કે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના આ પ્રકલ્પમાં જો કોઈ બાળકો વૈદિક શાસ્ત્રોકત અભ્યાસ કરવા માગતા હોય તો તેઓની સંપૂર્ણ જવાબદારી સાંદીપની સંકુલ ઉઠાવશે. દીક્ષા મેળવતા બાળકોને ખાસ અપીલ કરી કે સમાજનંુ આ ઋણ યાદ રાખજો અને ભવિષ્યમાં અન્ય બાળકોને શિક્ષણ આપી તમારી ફરજ અદા કરજો. સ્વાહાનો અર્થ સમજાવતા કહ્યુ કે માંગનાર કરતા આપનાર બનો તેવી સર્વેને શુભેચ્છા.

આ સમગ્ર કાર્યક્રમ માટે બ્રહ્મ અગ્રણી શ્રી કશ્યપભાઈ શુકલ (મો. ૯૮૨૪૨ ૦૦૯૯૯) તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ - રાજકોટના પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાની (મો.૯૮૭૯૦ ૦૯૩૯૨)ના માર્ગદર્શન હેઠળ સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારો દિપકભાઈ પંડ્યા, કમલેશભાઈ ત્રિવેદી, અતુલભાઈ વ્યાસ, જનાર્દનભાઈ આચાર્ય, નલીનભાઈ જોષી, દક્ષેશભાઈ પંડ્યા, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, યોગેન્દ્રભાઈ લહેરૂ, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, નિકેતભાઈ જોષી, નીલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, શોભનાબેન પંડ્યા વગેરે જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)