Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મવડી-યુનિવર્સિટી રોડ પરથી માત્ર ૪ રેકડી-કેબીનના દબાણો હટાવતુ તંત્ર

રાજકોટઃ મ.ન.પા.ની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવામાં આવ્યુ હતું. રસ્તા પર નડતર ૦૪ રેંકડી-કેબીનો મવડી રોડ, યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી ૩૦ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે મવડી રોડ, યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી.૧૨૧ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જકશન રોડ, જયુબેલી માર્કેટ, ધરાર માર્કેટ બહાર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. તેમજ રૂ.૧૦૦૦ વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, ૧૨૪ બોર્ડ-બેનરો યુનિવર્સીટી રોડ, મવડી રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

(2:43 pm IST)