Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી વેસ્ટ ઝોનમાં દર ગુરૂવારે લોક ફરિયાદ સાંભળશે

રાજકોટ,તા.૨૪:  મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૦૧, ૦૮, ૦૯, ૧૦, ૧૧, ૧૨ વોર્ડના રહેવાસીઓ દ્વારા જુદા જુદા પ્રશ્ન બાબતે અનેક ફરિયાદો આવતી હોવાના પગલે મનપાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી વેસ્ટ ઝોન કચેરી ખાતે દર ગુરુવારે સાંજે ૪ થી ૬ લોક ફરિયાદ સાંભળવા અને ઉકેલ કરવા જનાર છે જેથી પશ્યિમ રાજકોટના નગરજનોને ફરિયાદ, લોક સમસ્યાઓ, અણઉકેલાયા પ્રશ્નો વિપક્ષીનેતાને જણાવવા રૂબરૂ મુલાકાત કરવા અપીલ છે તેવું ભાનુબેન સોરાણીએ રાજકોટના નગરજનોને અપીલ કરી છે.

(2:42 pm IST)