Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જમીન વેચાણના ૩૬ વર્ષ પછી વારસાઇ હકક ડુબાડીને વેચાણ થયેલ જમીનમાં હકક આપવાનો દાવો નામંજુર

રાજકોટ તા. ર૪: જમીન વેચાણ થયા ના છત્રીસ વર્ષ પછી વારસાઇ હકક ડુબાડી બારોબાર વેચાણ થયેલ જમીનમાં હકક અપાવવાનો દાવો અદાલતે રદ કર્યો હતો.

ગોંડલ તાલુકાના હરીપર તરાવડી ગામે મર્હુમ અભરામભાઇની માલીકીની જમીન તેમના પત્ની અને ત્રણ પુત્રો એ સને ૧૯૭૭ માં વેચાણ આપી દીધેલ ખેતીની જ મીન માટે તેમની દીકરીઓએ ગોંડલના સીવીલ જજ ની કોર્ટમાં પોતાનો હિસ્સો અપાવવા અને વેચાણ રદ કરવા દાવો કરેલ હતો.

આ કામમાં બન્ને પક્ષના લેખિત મૌખિક પુરાવાઓ તથા બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ નામ. કોર્ટે બચાવ પક્ષના વકીલની એવી દલીલો માન્ય રાખેલ કે વાદીઓ દસ્તાવેજ થયાના છત્રીસ વર્ષ બાદ દાવો લાવી વેચાણ અંગેની અને પોતાના હિસ્સા માટેની તકરાર ઉઠાવેલ હોય દાવો સમય મર્યાદા બાદ લાવેલ છે. વાદી બહેને તેમની જુબાનીમાં પણ કબુલેલ છે કે, વાદગ્રસ્ત જમીન વેચાણ થઇ તે જ દિવસે તેમને વેચાણની જાણ થઇ ગયેલ આ હકિકતે તથા અન્ય ભાઇએ તેમની જુબાનીમાં એવું જણાવેલ કે, તેમના પિતાશ્રી પાસેઢ કે પોતાના પાસે કે અન્ય ભાઇઓ પાસે વેચાણ આપેલ જમીન સિવાય કયાંય પણ અન્ય ખેતીની કોઇ જમીન આવેલ ન હતી. અને કોઇપણ ભાઇ જમીન વેચાણ આપ્યા પછી હરીપર ગામે રહેતા નથી. વાદી બહેનો આલટલા વર્ષોથી સતત ભાઇઓના સંપર્કમાં હોઇ જેથી જમીન ભાઇઓ તથા માતૃશ્રી એ જમીન વેચાણ આપવાની હકિકતની જાણ ન થઇ હોય તેવું માનેલ નહીં આ સમગ્ર હકિકતે વાદીનો દાવો અદાલતે રદ કરેલ છે.

આ કામે જમીન ખરીદનારાઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શૈલેષ રાઠોડ, એચ. ડી. પરમાર, મંથન રાઠોડ તથા વંદના પોપટ રોકાયેલ હતા.

(2:41 pm IST)