Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રૂ. ત્રણ લાખનો ચેક રિટર્નનનાં આરોપીને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા. ર૪: રાજકોટના ન્યુ નહેરૂ નગર વિસ્તારમાં ગંગા ટ્રેડીંગના નામથી લોખંડનો ધંધો કરતા હર્ષદભાઇ પ્રતાપભાઇ સાગર એ કરેલ ચેક રીર્ટનની ફરીયાદ ઉપરથી રાજકોટ નેગોશીએબલ કોર્ટે રાજકોટના ગોંડલ રોડ વિસ્તારમાં હરીદ્વાર પાર્કમાં રહેતા આરોપી પંકજભાઇ માવજીભાઇ પીત્રોડા ને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે આ કેસના ફરીયાદી હર્ષદભાઇ પ્રતાપભાઇ સાગર કે જે ગંગા ટ્રેડીંગના નામથી ન્યુ નહેરૂનગર વિસ્તારમાં લોખંડનો વેપાર કરે છે અને આ કેસના આરોપી પંકજભાઇ માવજીભાઇ પીત્રોડા એ ફરીયાદી પાસેથી ૭૪૭૮૧૬/- નો ઉધાર માલ ખરીદ કરેલ જેની ચુકવણી પેટે રૂ. ૩૦૦૦૦૦/- ના ચેકો આપેલ જે ચેકો વગર ચુકવણે પરત ફરતા ફરીયાદી હર્ષદભાઇ સાગર એ પોતાના વકીલશ્રી મારફત કોર્ટમાં ચેક રીર્ટન અંગેની ફરીયાદ કરતા ૧પ મા એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એ આરોપીને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી પંડિત એશોસીએટસના કલ્પેશ એન. મોરી, આર. આર. બસીયા, બીનીતા જે. પટેલ વીગેરે રોકાયેલ હતા તથા કાનુની સલાહકાર તરીકે સંજય પંડિત સેવા આપી રહેલ છે. 

(2:41 pm IST)