Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રૈયા રોડ પર ગાય આડી ઉતરતા બાઇક પરથી ફંગોળાઇ જતા ચંદ્રજીવણનું મોત

યુપીનો યુવાન બાઇક પર ઘરે જતો હતો

રાજકોટ,તા. ૨૪ : રૈયા રોડ પર આવેલા સવન હાઇટ્સ એપાર્ટમેન્ટની સામે બાઇકની આડે ગાય ઉતરતા યુપીના યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ઉતરપ્રદેશના ગોરખપુરના બધેલા ગામે રહેતો અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ રૈયા રોડ પર આવેલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૪૦૫માં રહેતો ચંદ્રભૂષણ ઉર્ફે શિવા મેવાલાલભાઇ ભારતી (ઉવ. ૨૬) ગઇ કાલે પોતાનું જીજે. ૩ડીએચ-૮૦૦૯ નંબરનું બાઇક લઇને ઘરે આવતો હતો. ત્યારે રૈયા રોડ સવન હાઇટ્સ પાસે અચાનક ગાય આડી ઉતરતા બાઇક અથડાતા યુવાન ફંગોળાઇ ગયો હતો.

 બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક યુવાન મજુરી કામ કરતો હતો તે પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. તેના પરિવારજનો ગોરખપુરના બધેલા ગામે રહે છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ બી.જે.પોર સહિત મૃતક ચંદ્રભુષણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:40 pm IST)