Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજયકક્ષાની રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં બાળકો ઝળકયા

રાજકોટઃ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ રોલર સ્કેટીંગ એશોશિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજય કક્ષાની સ્પર્ધામાં રાજકોટના ઓશિયન રોલ કલબના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. જેમાં વિહા દરજીએ એક ગોલ્ડ અને એક સીલ્વર તેમજ ખ્વાબ અંતાણી બે સીલ્વર અને એક બ્રોન્ઝ જયારે આશ્રય ઠકકરએ બે બ્રોન્ઝ મેડલ અને ફલક મહેતાએ એક બ્રોન્ઝ અને હરપ્રિત ભટ્ટએ એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ. અન્ય બાળકો ઝયાન વિસાની, નંનદન અઢીયા, શૌર્ય રામાણી, દિઆન મોલીયા, આરવ જોષી, નમ્ર ભટ્ટ, ભવ્ય ગોસ્વામી, ક્રિતાર્થ રણેશા, નિશિ આશર, સિધ્ધાર્થ જરીયા, ઋષિલ બાલધા તેમજ શૌર્ય ઓઝાએ ભાગ લીધેલો. રાજકોટ ડિસ્ટ્રીકટ રોલર સ્કેટીંગ એશોશિયેશનના સેક્રેટરી ડો.કેતન ત્રિવેદી ઓશિયન રોલ કલબના સિધ્ધાર્થભાઈ વ્યાસ તેમજ ઉત્સવભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને  તાલીમ આપવામાં આવેલ.

(2:38 pm IST)