Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને છ માસની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ, તા.૨૪:ચેક રીટર્નનાં કેસમાં અંકુશ પારેખ નામની વ્યકિતને ૬-માસની સજા કોર્ટે ફરમાવી હતી.ફરીયાદી-નાગેશસિંહ શેખરસિંહ ચૌહાણ એ તહોમતદાર-અંકુશ અરવિંદભાઈ પારેખ તે ધંધાનાં વિકાસ અર્થે રૂ.૨,૦૦,૦૦૦/-પુરાની માંગણી કરેલ હતી. અને ફરીયાદીએ તહોમતદારને ધંધાનાં વિકાસ અર્થે રૂ.૨,૦૦,૦૦૦/-પુરા રોકડા હાથ ઉછીના આપેલા છે. જે અંગે તહોમતદારે ફરીયાદીને પ્રોમીસરી નોટ લખી આપેલ છે. સદરહુ રકમની પાર્ટ પેમેન્ટ પેટે રૂ.૧,૦૦,૦૦૦/-પુરા તહોમતદારે તા.૦૪-૧૨-૨૦૧૦નો ICICI બેન્ક લી., મેઈન બ્રાન્ચ, રાજકોટનો ચેક આપેલ છે. સદરહું ચેક ફરીયાદોએ નાગરીક સહકારી બેન્ક લી., જંકશન બ્રાન્ચ, રાજકોટનાં ખાતામાં જમા કરાવતા, ચેક રીટર્ન થયેલ. જેથી ચેક રીટર્નની નોટીસ આપેલ હતી. જે નોટીસ તહોમતદારે બજી ગયેલ છે. અને આરોપીએ નોટીસ પિરીયડમાં કે ફરિયાદ દાખલ કરતા સુધીમાં રૂ.૧,૦૦,૦૦૦/-પુરાની રકમ ફરિયાદોને નહી ચુકવતા, ફરીયાદીએ રાજકોટ કોર્ટમાં ચેક રીટર્નની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. કોર્ટએ રેકર્ડ ઉપરના દસ્તાવેજો તથા ફરિયાદની વિગતો વિગેરે ધ્યાને લઈ તે બાબતે ફરીયાદી તરર્ફેવેધક ધારદાર દલીલો તથા એપેક્ષ કોર્ટનાં જજમેન્ટો- ઓથોરીટી વિગેરે રજુ કરેલ અને આરોપી સામેનાં આક્ષેપો તથા તેની સામે થયેલ નેગોશીયેબલ ઈન્સ્ટરમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયેનો પુરવાર માની આરોપીને નામદાર કોર્ટે ૬ માસની સજા તથા ફરીયાદીને ચેકની રકમ ૧-માસમાં તહોમતદારે વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી-નાગેશસિંહ શેખરસિંહ ચૌહાણ વતી એડવોકેટ દરજજે રાજેશ એમ. ફળદુ તથા ચિંતન વી. સોજીત્રા રોકાયેલ હતા. અને ફરીયાદી તરફે  એડવોકેટ શ્રી રાજેશ એમ.ફળદુ રોકાયા હતા.

(2:37 pm IST)