Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જોશી પરિવારમાં જાજરમાન લગ્નોત્સવ સંપન્ન

સુખડના મંડપ રોપાવિયા રે લોલ... આંગણે બાંધ્યા લીલુડા તોરણિયા રે લોલ... : નિરાલી રિસોર્ટના આહ્લાદક માહોલમાં ચિ. કિંજલ તથા ચિ. જયદીપ અને ચિ. નિધિ તથા ચિ. રવિએ પ્રભૂતામાં પગલાં માંડયા

રાજકોટ તા. ૨૪ : નિરાલી રિસોર્ટના આહલાદક - પ્રકૃતિની સુગંધ અને રોશનીના ઝગમગાટભર્યા માહોલમાં તાજેતરમાં રાજકોટના જોશી પરિવારનો જાજરમાન લગ્નોત્સવ સંપન્ન થયો હતો. સગા-સંબંધીઓ - મિત્રો - સ્નેહીજનોએ લગ્નોત્સવ મન મૂકીને માણ્યો હતો.

પ્રિન્ટિંગ મશીન્સના નિર્માણ ક્ષેત્રે દેશ - વિદેશમાં સિધ્ધિઓના ડંકા વગાડનાર પ્રિન્ટર્સ એન્જીનિયર્સ, પ્રેસ એન્ટરપ્રાઇઝ પરિવારની લાડલીઓએ પ્રભૂતામાં પગલાં માંડયા હતા. દૈનિક અખબારોના આધુનિક પ્રિન્ટીંગ મશીનોનો પાયો સર્જનાર અને આક્ષેત્રના ભીષ્મ પિતામહ સમા સ્વ. શ્રી બચુભાઇ જોશી પરિવારે લાડલીઓને વળાવી હતી.

સ્વ. માલાબેન તથા શ્રી ભરતભાઇ બચુભાઇ જોશીના આત્મજા ચિ. નિધિના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કિર્તીબેન તથા શ્રી રાજીવભાઇ ગીરજાશંકર ભટ્ટના આત્મજ ચિ. રવિ સાથે યોજાયા હતા.

અ.સૌ. કામિનીબેન તથા શ્રી નિલેશભાઇ બચુભાઇ જોશીના આત્મજા ચિ. કિંજલના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. ભાવનાબેન તથા શ્રી પરેશભાઇ મહેશભાઇ ત્રિવેદીના આત્મજ ચિ. જયદીપ સાથે યોજાયા હતા.

ત્રિદિવસીય ભવ્ય લગ્નોત્સવમાં ગત તા. ૧૬ નવેમ્બરે નવયુગલોનો હસ્તમેળાપ થયો હતો. લગ્નની તમામ વિધિઓ શાસ્ત્રોકત રીતે થઇ હતી. સાંજે ૭ વાગ્યે શરૂ થયેલો લગ્નોત્સવ રાત્રે ૩ વાગ્યે સંપન્ન થયો હતો. નિષ્ણાત ભૂદેવોએ શુધ્ધ મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોકતવિધિ કરાવી હતી. અમુક પરંપરામાં ક્રાંતિકારી પરિવર્તન પણ કરાયું હતું.

શ્રી નિલેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે, નવ યુગલ ફેરા ફરે ત્યારે પથ્થરને પગના અંગૂઠાથી સ્પર્શ કરવાની પરંપરા છે. આ પથ્થર ક્ષેત્રપાલદાદાનો હોવાની માન્યતા છે. ક્ષેત્રપાલદાદા દેવ સ્વરૂપ છે, તેનો સ્પર્શ પગથી કરવો યોગ્ય ન ગણાય. જોશી પરિવારના લગ્નોત્સવમાં ક્ષેત્રપાલ દાદાના પથ્થરને પ્રણામ કરવાની પરંપરા શરૂ કરાઇ હતી.

લગ્ન પ્રસંગે યોજાયેલા રાસોત્સવમાં પરંપરાગત લોકગીતો અને ધાર્મિક ગીતોની ધૂન પર ૮ વર્ષની વયથી માંડીને ૮૦ વર્ષની વયના સ્વજનો અને મહેમાનો રાસે ઝૂમ્યા હતા.

'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ નિરાલી રિસોર્ટમાં સમગ્ર આયોજન થયું હતું. ગણાત્રા અને જોશી પરિવાર વચ્ચે પેઢીઓથી આત્મિયતાનો નાતો રહ્યો છે. જોશી પરિવારના લગ્ન પ્રસંગે 'અકિલા'ના તંત્રીશ્રી અજિતભાઇ ગણાત્રા તથા શ્રીમતિ વીણાબેન અજિતભાઇ ગણાત્રા તથા વેબ આવૃત્તિના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા તથા ધન્વીબેન નિમિષભાઇ ગણાત્રા, માહિ નિમિષભાઇ ગણાત્રા અને સુનિલભાઇ રાયચુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ૧૭ તાલુકા બ્રહ્મ સમાજના અધ્યક્ષ શ્રી જનાર્દનભાઇ આચાર્ય તથા શ્રીમતિ સુરભિબેન આચાર્ય અને ભૂદેવ સેવા સમિતિના તેજસભાઇ ત્રિવેદી વગેરેએ ઉપસ્થિત રહીને નવયુગલને આશીર્વાદ આપ્યા હતા.

મોરબીથી આ પ્રસંગે ધ્રુવ ટેકનો પ્રિન્ટ પરિવારના રાજુભાઇ રૂપાલા પરિવાર તથા વંથલીવાળા રાજુભાઇ નામજા પરિવારે ખાસ હાજરી આપી નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગને જાજરમાન બનાવવા ખાસ જહેમત ઉઠાવનાર મિત્રો બિપીનભાઇ ધોરેચા, દિનેશભાઇ વાઘેલા, નલીનભાઇ ડાભી, નવીનભાઇ પરમાર, દિપકભાઇ પારેખ, શાંતનુભાઇ સોનપાલ તેમજ નાના ગ્રુપમાં નિરજભાઇના મિત્રો, પાર્થ જોષી, યશ ધોરેચા, કેયુર બારંભીયા, રાજ રૈયાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી. જોષી પરિવાર તેઓનો અંતરથી આભાર માને છે.

જોશી પરિવારની નવી પેઢીના કમલેશભાઇ, જીતેનભાઇ, નિરજભાઇ, અંકિતભાઇ તથા જમાઇ શ્રી પ્રજ્ઞેશભાઇ જાની તથા ડો. કાજલબેનએ મહેમાનોના સ્વાગતથી માંડીને તમામ વ્યવસ્થાનું સુચારૂ આયોજન કર્યું હતું.

દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ બદલ જોશી પરિવાર પર (મો. રાહુલભાઇ ૯૫૫૮૯ ૧૦૦૦૦, ભરતભાઇ : ૯૮૨૪૫ ૮૧૯૦૦, નિલેશભાઇ ૯૮૨૫૦ ૭૫૪૯૨) અભિનંદનો વરસી રહ્યા છે.(૨૧.૭)

જોશી - ભટ્ટ - ત્રિવેદી... આદર્શ પરિવારો

ત્રણે કુટુંબના સભ્યો સંયુકત પરિવારમાં ધબકે છે

રાજકોટ : વેબ ઓફસેટ પ્રિન્ટિંગ મશીન્સના નિર્માણમાં દેશ-વિદેશમાં ડંકા વગાડનાર સ્વ. શ્રી બચુભાઇ જોશી પરિવારની સુપુત્રીઓ ચિ. કિંજલ તથા ચિ. નિધિનો લગ્નોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જોશી પરિવારના સભ્યો સંયુકત કુટુંબની આદર્શ ભાવના સાથે ધબકે છે.

ચિ. કિંજલબેનના લગ્ન રાજકોટના ત્રિવેદી પરિવારના ચિ. જયદીપ સાથે યોજાયા હતા. આ ત્રિવેદી પરિવાર પણ સંયુકત કુટુંબની આદર્શ ભાવના સાથે ધબકે છે. વેવાઇ પરેશભાઇ ત્રિવેદી સુવર્ણના વ્યવસાયમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પરેશભાઇ તથા તેમના ભાઇ શ્રી મિતેશભાઇ 'શ્રી તુલજા ચેઇન' નામથી હોલસેલનું મોટું કામ કરે છે.

જોશી પરિવારની સુપુત્રી ચિ. નિધિના લગ્ન ભટ્ટ પરિવારના ચિ. રવિ સાથે યોજાયા હતા. આ ભટ્ટ પરિવારના સભ્યો પણ સંયુકત કુટુંબના આદર્શ સાથે ધબકે છે. વેવાઇ શ્રી રાજીવભાઇ ભટ્ટ શાસ્વત ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, પીપળિયા તથા રામદૂત ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, માંડા ડુંગરના સ્થાપક છે. પીપળિયાનો વ્યવસાય ચિ. રવિ તથા માંડા ડુંગરનો વ્યવસાય મોટા પુત્ર ચિ. દર્શનભાઇ સંભાળે છે.

નિરાલી રિસોર્ટે રંગ રાખ્યો

રાજકોટ : જોશી પરિવારનો જાજરમાન લગ્નોત્સવ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં યોજાયો હતો. જોશી પરિવારના શ્રી નિલેશભાઇએ જણાવ્યું હતું કે, નિરાલી રિસોર્ટના સંચાલક શ્રી રાજેશભાઇ રાઠોડના સહયોગથી અમારા પ્રસંગને ચાર ચાંદ લાગ્યા હતા. સુવિધા પૂર્ણ રિસોર્ટમાં રાજુભાઇ રાઠોડ તથા તેમની ટીમનો પૂરતો સહયોગ રહ્યો હતો. જોશી પરિવાર તેમનો આભાર માને છે.

(2:35 pm IST)