Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકીટના ભાવ ૩૦થી ઘટાડી ૧૦ કરાયા

રાજકોટ, તા. ૨૪ :. મુસાફરોનુ સ્વાગત કરવા અને વળ ાવવા આવતા પરિવારજનો માટે સારા સમાચાર છે. આજથી રાજકોટના રેલ્વે જંકશન અને ભકિતનગર રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકીટના દર ૩૦ રૂ.થી ઘટાડી ૧૦ રૂ. કરી દેવામાં આવ્યા છે. કોેરોનાના પેન્ડેમીકકાળમાં ટ્રેન વ્યવહાર મહદઅંશે બંધ કરાયો અને કોરોના ગાઈડલાઈન મુજબ જ અમુક ટ્રેનો બિમારીનો કહેર ઘટતા સમયાંતરે શરૂ કરવામાં આવી ત્યારે ટીકીટ ભાડાની સાથોસાથ પ્લેટફોર્મ ટિકીટના દરો પણ વધારવામાં આવ્યા હતા. આ વધારા સામે વિરોધ ઉઠયો હતો. જેની રેલ તંત્રએ નોંધ લઈ ફરીથી પ્લેટફોર્મ ટિકીટના દર ૧૦ રૂ. કરવાનો નિર્ણય કરતા લોકોએ રાહત અનુભવી છે.

(1:04 pm IST)