Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

માદક પદાર્થના ગુનામાં સામેલ સુધાને નવા કાયદા હેઠળ પાસામાં વડોદરા જેલમાં ધકેલાઇ

બી-ડિવીઝન પોલીસે પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ વોરન્ટ બજવણીની કાર્યવાહી કરીઃ તાજેતરમાં રૈયાધારના ઘરમાંથી દેશી દારૂ સાથે પકડાઇ હતી

રાજકોટ તા. ૨૪: માદક પદાર્થ સાથે પકડાયા હોય તેવા આરોપીઓ સામે પીઆઇટી એનડીપીએસ અધિનિયમ મુજબ કાર્યવાહી કરી જેલમાં ધકેલવાના નવા કાયદા હેઠળ  રૈયાધાર સ્લમ ક્વાર્ટર નં. ૫૦૬માં રહેતી સુધા સુનિલ ધામેલીયા (ઉં.૩૯)ને અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવી છે.
નારકોટીક્સ પદાર્થ ખરીદતા કે વેંચાણ કરતાં અને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય તેની સામે કાર્યવાહી કરવા મળેલી સુચના અંતર્ગત બી-ડિવીઝન પોલીસની ટીમે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ. આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ સુધા ધામેલીયા વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ એક્ટ હેઠળ પાસા દરખાસ્ત તૈયાર કરી સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશકને મોકલતાં તેમણે આ દરખાસ્ત મંજુર કરી સુધાને વડોદરા જેલમાં ધકેલવા વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું.
સુધા વિરૂધ્ધ અગાઉં બી-ડિવીઝનમાં એેેેેનડીપીએસના બે કેસ, પ્ર.નગરમાં રાયોટીંગ, યુનિવર્સિટીમાં જૂગાર અને દારૂના કેસ નોંધાઇ ચુક્યા હતાં. વડોદરા જેલમાં ધકેલવાના વોરન્ટ બજવણીની કાર્યવાહી પીઆઇ એમ. બી. ઓૈસુરા, એમ. સી. વાળા, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. જાડેજા, બી. બી. કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેડકોન્સ. રશ્મીનભાઇ પટેલ, મહેશભાઇ, અજયભાઇ, પ્રકાશભાઇ, કેતનભાઇ પટેલ, લાલજીભાઇ, મનિષભાઇ, દિલીપભાઇ, ચાંપરાજભાઇ, વિશ્વજીતસિંહ, હેમેન્દ્રભાઇ, મહેશભાઇ, કિશનભાઇ અને પીસીબી ટીમે કરી હતી.


 

(11:31 am IST)