Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વ્હોરા સમાજના ધર્મગુરૂ પિતા પુત્રનો કાલે જન્મદિન

બાવનમાં દાઇ ડો. અબ્દુલ કાઇદ જોહરની ૧૧૧ મી મિલાદ અને ત્રેપનમાં દાઇ અબુ જાફર સાદીક અલી કાદરની ૭૮ મી મિલાદ : વિશ્વભરના દાઉંદી વ્હોરા સમાજમાં ઉંમંગની લાગણી

રાજકોટ તા. ૨૪ : વિશ્વભરના દાઉંદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમાં દાઇ ડો. સૈયદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુહરાનુદીન સાહેબ (રી.અ.) ના ૧૧૧ માં મિલાદ મુબારક અને ત્રેપનમાં દાઇ ડો. સૈયદના અબુજાફર સાદીક અલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉં.સ.) ના ૭૮ માં મિલાદ મુબારક નિમિતે દાઉંદી વ્હોરા સમાજમાં અનેરો ઉંમંગ છવાયો છે.
બાવનમાં દાઇ અલ મુતલક ડો. સૈયદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.) ના જન્મ મીસરી તા. ૨૦ મી રબીઉંલ આખર હીજરી ૧૩૩૩ મા સુરત શહેરમાં થયલ હતો. કાલે ૧૧૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. મીસરી તા.૧૬ મી રબીઉંલ અવ્વલ હીજરી ૧૪૩૫ માં મુંબઇ મુકામે વફાત થયા હતા. ૫૦ વર્ષ સુુધી બાવનમાં દાઇ તરીકે રહી દાઉંદી વ્હોરા સમાજને માન સન્માન અપાવેલ. તેમની આધ્યાત્મિકતા, શ્રધ્ધા, ભક્તિ, ભાઇચારો, સર્વધર્મ સમભાવની ભાવનાને આજે પણ લોકો યાદ કરે છે.
હાલ ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉં.શ.) પણ દાઉંદી વ્હોરા કોમને માન સન્માન અપાવી રહ્યા છે. બાવનમાં દાઇના અધુરા કાર્યો પુરા ખંતથી પુર્ણ કરી રહ્યા છે. આ ત્રેપનમાં દાઇ ડો. આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉં.શ.) નો જન્મ દિવસ ૧૩૬૫ મીસરી તા. ૨૩ મી રમજાન (લયલતુલ કદ્ર) સુરત મુકામે થયો હતો. જે રમઝાન માસ આવે છે. પરંતુ તેમણે જાહેર કર્યા મુજબ તેમનો જન્મ દિવસ અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરાનુદીન સાહેબ (રી.અ.) ના જન્મ દિવસ ની સાથે જ ઉંજવવવામાં આવે.
જેથી કાલે તા. ૨૫ ના ગુરૂવારે દાઉંદી વ્હોરા સમાજ દ્વારા કોવિડ ગાઇડ લાઇનને અનુસરીને બાવનમાં દાઇ અને ત્રેપનમાં દાઇની મિલાદ શરીફની એક સાથે ઉંજવણી કરાશે. ઘરમા જ રહીને નમાજ અદા કરાશે. મોટી રાતની મજલીસ દરેકના ઘરે ઘરે ઓનલાઇન ટી. વી. પ્રસારણથી થશે.
મિલાદ શરીફ (જન્મ દિવસ) નિમિતે તેઓએ રાષ્ટ્રભક્તિ અદા કરવા પર્યાવરણની જાણવણી કરવાનો સંદેશો આપ્યો છે. સફાઇ અભિયાન માટે ખાસ નફાફત કમીટી બનાવી છે. વ્યાજના દુષણથી દુર રહેવા શીખ આપી છે. (સંકલન : યુસુફઅલી જોહર કાર્ડસવાલા, રાજકોટ)

 

(11:28 am IST)