Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ભૂપેન્દ્રભાઇ પટેલને રાજકોટ એરપોર્ટ ઉપર આવકારતા રામભાઇ મોકરીયા -પ્રદિપભાઇ ડવ

 જૂનાગઢઃ રાજકોટના કાલાવડ રોડ ઉપર ખીરસરા પાર્કની પાછળ આવેલ કુશલ પાર્ક ખાતે ઉદ્યોગપતિ વડાલીયા પરિવાર દ્વારા આયોજીત લગ્ન સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું રાજકોટ એરપોર્ટ ખાતે તેઓનું આગમન થતા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ ભુપેન્દ્રભાઇનુ બુકે આપી સ્વાગત કર્યું હતુ ત્યારે મેયર પ્રદિપભાઇ ડવ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટ ગોંડલ હાઇવે પર બિલીયાળા પાસે થયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે  સંવેદના વ્યકત કરી હતી. અને સાંત્વના પાઠવી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર :મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:36 am IST)