Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

૨૬થી ૩૦મી સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન કાર્યક્રમ

જુદા-જુદા પાંચ વિષયો પર વિદ્યાર્થીઓ સામુહિક ચર્ચામાં ભાગ લેશે : રાજકોટ સિટી પોલીસ ફેસબૂક પેજ પર લાઇવ નિહાળી શકાશેઃ ડીસપી મનોહરસિંહ જાડેજાની ખાસ જહેમત

રાજકોટ તા. ૨૪: પોલીસ શહીદ દિવસ નિમિત્ત્।ે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ શહેર પોલીસ ટીમ આગામી એક સપ્તાહ એટલે કે તા.૨૬  થી ૩૦ આકટોબર સુધી ઇન્ટર કોલેજ ગ્રુપ ડિસ્કશન ૨૦૨૦ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેમાં ગાર્ડી વિદ્યાપીઠ, એચ.એન.શુકલા કોલેજ, સદ્દગુુરૂ મહિલા કોલેજ, આર.કે.યુનિવર્સિટી, આત્મિય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીમિત્રો જુદા જુદા પાંચ વિષયો પર સામૂહિક ચર્ચામાં ભાગ લેશે. વિષયો અંગેની વિગતવાર માહિતી આ મુજબ છે.

(૧)સોશિયલ મીડિયા અને આજના યુવાનો ૅં ભયજનક અને તક (૨) ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો (૩) મહિલાઓની પ્રગતિ અને સુરક્ષૉં હાલની સમસ્યાઓ તથા તેના સમાધાનો (૪) સાયબર ક્રાઇમૅં હાલની સમસ્યાઓ અને ઉકેલો (૫) યુવાનો, ડ્રગ્સ અને હિંસૉં સંભવિત ઉપાયો.

આ પાંચ વિષયો પર આગામી ૨૬ થી ૩૦ મી  દરમિયાન રાજકોટ શહેર પોલીસના ઓફિશિયલ ફેસબૂક પેજ તથા ઉપરોકત શૈક્ષણીક સંસ્થાઓના તમામ સોશીયલ મીડીયા પર લાઇવ ગ્રુપ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૧-૩૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે.

પોલીસ શહીદ દિવસ  અંતર્ગત  પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા જીનીયસ સ્કૂલ દ્રારા ઉપરોકત સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત સેમીનાર માં રાજકોટ શહેરની નામાંકિત શૈક્ષણીક સંસ્થાઓ દ્રારા ભાગ લેવામાં આવી રહયો છે. આ સંસ્થાના વિર્ધાર્થીઓની આંતરિક શકિત ખીલવવા માટે, આ શૈક્ષણીક સંસ્થાઓની કમીટી દ્રારા ઉપરોકત સેમીનારમાં ભાગ લેનાર વિર્ધાર્થીઓને રેંક આપી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.

આ સમગ્ર કાર્યક્રમ જીનીયસ સ્કૂલના ઓડીટોરીયમમાં યોજાનાર છે. નોંધનીય છે કે આ પ્રકારનું આયોજન રાજકોટ શહેરમાં પ્રથમ વખત થવા જઇ રહયુ છે.

ઉપરોકત કાર્યક્રમ નિહાળવા માટે Rajkot City Police, Facebook Page  અથવા સાથે જોડાયેલ સંસ્થાઓની વેબસાઇટ પર જવાથી જોડાઇ શકાશે.

(3:37 pm IST)
  • સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • મુંબઇથી હનીમૂન માટે કતાર ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા :૧૦ વર્ષની થઇ જેલઃ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે access_time 11:25 am IST