Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

તહેવારનું તેજ દેખાયુ : ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી સહીતની બજારોમાં જામતી ગીર્દી

રાજકોટ : આજે વદ અગીયારસથી શુભ દિવાળીના ઉત્સવી દિવસોની શરૂઆત થઇ જાય છે. પહોંચ હોય તેટલા ખર્ચા કરીને તહેવાર ઉજવવામાં માનતા રાજકોટના રંગીલા લોકો ખરીદીમાં મશગુલ બન્યા છે. ઇલેકટ્રોનીકસ આઇટમ અને ફર્નીચરમાં પણ ધીમે ધીમે ચામ આવી રહ્યો છે. વસ્ત્ર અને રાચ રચીલી વસ્તુઓની બજારમાં તો જાણે હૈયે હૈયુ દળાવા લાગ્યુ છે. ખાસ કરીને રાજકોટની મુખ્ય ગણાતી ધર્મેન્દ્રરોડ અને ગુંદાવાડી બજારમાં હકડેઠઠ ગીર્દી જામી રહી છે. જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:27 pm IST)