Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રેલવે લોકોકોલોનીમાં દર્પણાબેન પાટડીયાને પતિ-સાસુનો ત્રાસ

પતિ જયસુખ અને ભાઇ વિપુલને થયેલા ઝઘડા બાબતે પોલીસમાં ભાઇની તરફેણમાં નિવેદન આપતા પતિ-સાસુએ માર માર્યો

રાજકોટ તા. ર૪ :.. જામનગર રોડ પર લોકો કોલોનીના કવાર્ટરમાં રહેતી કોળી મહિલાને તારા ભાઇ વિરૂધ્ધમાં કેમ પોલીસમાં નિવેદન લખાવ્યુ નહી, કહી પતિ અને સાસુ એ મારમારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર લોકો કોલોની કવાર્ટર નં. ૩૧ -એ માં રહેતા દર્પણાબેન જયસુખ પાટડીયા (ઉ.૩ર) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પતિ જયસુખ પાટડીયા અને સાસુ ચંપાબેન પાટડીયાના નામ આપ્યા છે. દર્પણાબેન પાટડીયાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના દસ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે. પતિ રેલવેમાં ટી. ટી. તરીકે નોકરી કરે છે. પોતાના લગ્ન થયાના થોડા સમય બાદ પતિ જયસુખ અને સાસુ ચંપાબેન બંને શારીરિક માનસીક ત્રાસ આપતા હતાં. પરંતુ પોતે લગ્ન જીવન ટાકાવી રાખવા માટે પોતે ત્રાસ સહન કરતા હતા ગત તા. ર૦-૧૦ ના રોજ પતિ તથા મારાભાઇ વિપુલભાઇ સાથે ઝઘડો થતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી હતી. જે બાબતે  બજરંગવાડી પોલીસ ચોકીએ મને તથા પતિ મનસુખને અરજી બાબતે બોલાવ્યા હતાં. ત્યારે પતિ મનસુખે મને મારાભાઇ વિપુલભાઇ વિરૂધ્ધ ખોટુ નિવેદન લખાવવા દબાણ કરેલ પરંતુ મેં તેમ ન લખાવેલ નહી તેથી તે બાબતનો ખાર રાખી અમે ઘરે ગયા ત્યારે પતિ મનસુખ અને સાસુએ મુઢમાર માર્યો હતો. બાદ પોતે પાડોશીના ફોન માંથી મહિલા હેલ્પ લાઇન નંબર ૧૮૧ માં ફોન કરતા ૧૮૧ હેલ્પ લાઇનની ટીમે સ્થળ પર પહોંચી મને મહિલા પોલીસ મથકે લઇ જવાઇ હતી. બાદ તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે મહિલા પોલીસે દર્પણાબેન પાટડીયાની ફરીયાદ પરથી પતિ અને સાસુ વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ એમ. ડી. વિઠ્ઠલપરાએ તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)