Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પ્રોહીબીશનના જુદા જુદા બે ગુનાના આરોપીઓની જામીન અરજી નામંજુર

સમાજમાં દારૂનું દુષણ વધ્યુ છેઃ સેશન્સ અદાલત

રાજકોટ તા. ર૪ :.. દારૂ અંગેના રૂ. સાડા છ લાખ અને દોઢ લાખના જુદા જુદા ગુનામાં પકડાયેલ બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજીને સેશન્સ કોર્ટે રદ કરી હતી.

પ્રથમ ગુનાની વિગત મુજબ ડી. સી. બી.પોલીસે દૂધસાગર રોડ ઉપર આકાશદીપ સોસાયટી, ગુ. હા. બોર્ડના કવાટર્સમાં રૂ. ૬,૪૬,૬૦૦ ની કિંમતનો દારૂ મળી આવેલ હતો.

આ બનાવ અંગે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધાતા આરોપી, ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુ રાઉમાએ જામીન પર છૂટવા અરજી કરી હતી.

બીજા એક બનાવની વિગત મુજબ સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા રોડ ઉપરથી બોલેરો ગાડીમાંથી રૂ. દોઢેક લાખની કિંમતનો દારૂ મળી આવતાં આ ગુનામાં પોલીસે આરોપી ઇમરાન ઉર્ફે હામિદ ઇસ્માઇલની ધરપકડ કરતાં તેણે જામીન પર છૂટવા અરજી કરી હતી.

આ બનાવ અંગે આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા અરજી થતાં એ. પી. પી. સમીરભાઇ ખીરાએ રજૂઆત કરેલ કે, આરોપીઓ વિરૂધ્ધ  પ્રોહીબીશન એકટ અન્વયેનો ગંભીર ગુનો છે. સમાજમાં દારૂનું દુષણ અને વેચાણ વધ્યુ છે. આવા બનાવો ઉપર અંકુશ લાવવો જરૂરી હોય આરોપીઓની જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને ઉપરોકત બંને ગુનાના આરોપીઓ દ્વારા થયેલ  અલગ - અલગ જામીન અરજીને સેશન્સ અદાલતે રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. સમીરભાઇ ખીરા રોકાયા હતાં. (પ-ર૪)

(4:01 pm IST)