Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વોર્ડ નં. ૧૩ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણીએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપતા બેઠક ખાલી

રાજકોટઃ અગાઉ ભાજપના આગેવાન અને ત્યાર બાદ ભાજપમાં બળવો કરી કોંગ્રેસમાંથી ચુંટણી લડી વોર્ડ નં ૧૩ના કોર્પોરેટર બનેલા. નીતીનભાઇ રામાણીએ ગઇકાલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ હવે આજે સવારે ૧૧.૩૦ વાગ્યે નીતીનભાઇ રામાણીએ તેઓના ટેકેદારો સાથે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીને પોતાનું વોર્ડ નં. ૧૩ કોર્પોરેટર પદેથી રાજીનામું આપતો પત્ર સુપ્રત કર્યો હતો તે વખતની તસ્વીર. આ તકે નિતીન રામાણીએ સ્પષ્ટ કર્યુ હતું કે તેઓએ કોંગેસના આંતરીક વિખવાદથી ત્રસ્ત થઇ અને આ રાજીનામું આપ્યું છે તેઓ હંમેશા લોકોના પ્રશ્ને લડત આપતા રહેશે. દરમિયાન આ બાબતે કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ હતું કે આજે નિતીનભાઇએ પોતાનું કોર્પોરેટર પદનું રાજીનામું આપતા નિયમ મુજબ આજથી જ વોર્ડ નં. ૧૩ની એક બેઠક ખાલી થઇ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૧)

(4:00 pm IST)