Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હૈદ્રાબાદ અધિવેશન માટે શહેર યુવા ભાજપની પુરજોશમાં તૈયારી

ફાલ્ગુન ઉપાધ્યાય-પ્રદીપ ડવના નેતૃત્વમાં મળી ગયેલ બેઠક

રાજકોટ, તા., ૨૪: આગામી તા.ર૬ થી ર૮ ઓકટોબર તલંગાણા-હૈદરાબાદ ખાતે સમગ્ર ભારતનું ભાજપ યુવા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહયું હોય રાજકોટથી ભાગ લેવા યુવા ભાજપ ટીમ પુરજોશમાં તૈયારી આદરી છે.

આ અધિવેશનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહેશે. યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પુનમ મહારાજના માર્ગદર્શન નીચે પુરજોશમાં યુવા મોરચાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલ તેમજ મહામંત્રી ડો.નેહલ શુકલ, પિંકલ ભાટીયાની આગેવાનીમાં બે સ્પેશ્યલ ટ્રેન દ્વારા ભાજપના  યુવા મોરચાના કાર્યકર્તાઓ આ યુવા ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા રવાના થશે.

પૂર્વ તૈયારીના ભાગરૂપેશહેર ભાજપ કાર્યાલય ખાતેભાજપ યુવા મોરચાની એક બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતીમાં કાર્યકર્તાઓને ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, પ્રદિપ ડવે માર્ગદર્શન આપ્યું હતું

અધિવેશનમાં શહેર ભાજપમાંથી રાજકોટના યુવા ભાજપના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં હિતેશ મારૂ, કુલદિપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચોૈહાણ, વ્યોમ વ્યાસ, આનંદ જાવીયા, અર્જુનસિંહ ઠાકુરપ પ્રિતેશ પોપટ, સુનીલ ગોહેલ, અશ્વીન રાખશીયા, હાર્દીક મોઢવાડીયા, શિવરાજસિંહ જાડેજા, ભાવેશ ટોયટા, ચંદુભાઇ ભંડેરી, હેમાંગ પીપળીયા, મેહુલ પટેલ, પ્રણવ ખંડવી, સચીન કોટક, સંદીપસિંહ પરમાર, હશેર બોરીચા, વિનોદ કુમારખણીયા, મોૈલીક પરમાર, નીમેશ સિધ્ધપુરા, હાર્દીક બોરડ, હિતેશ ભંડેરી, જયદીપ રાબડીયા, કમલેશ સિરોજા, ભરત ઝાપડીયા, દેવરાજ ગજેરા સહીતના યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ ખાતે ઙ્ગરવાના થશે. (૩.૧૧)

(3:56 pm IST)