Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

૩૧ ઓકટોબર સુધીમાં મિલ્કત વેરો ઓનલાઇન ભરનારને વધુ પ ટકા વળતર

મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડની જાહેરાત

રાજકોટ, તા.૨૪:  મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી મિલકતો માટે ચાલુ  નાણાકીય વર્ષ એટલેકે તા.૦૧ એપ્રિલ ૨૦૧૮થી કાર્પેટ  એરિયા આધારિત મિલકત વેરા આકારણી પધ્ધતિ  અમલમાં મુકવામાં આવેલ છે. જેના અનુસંધાને મોટા ભાગના મિલકતધારકો દ્વારા પોતાની મિલકતોનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવેલ છે. સાથોસાથ દ્યણી મિલકતો માટે મિલકત ધારકો દ્વારા વાંધા અરજીઓ કરવામાં આવેલ જે પૈકી મોટાભાગની વાંધા અરજીઓનો તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવેલ છે. હજુ પણ કેટલાક મિલકત ધારકો કોઈ ને કોઈ કારણોસર તેઓનો મિલકત વેરો ભરપાઈ કરી શકેલ નથી. તેઓની રજુઆતને ધ્યાને લઇ મિલકતધારકોને વળતરનો લાભ મળે અને ડીઝીટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર જ તા.૨૪ઓકટોબર થી તા.૩૧ઓકટોબર દરમ્યાન ડીજીટલ ટ્રાન્ઝેકશનથી મિલકત વેરાની રકમ ભરપાઈ કરે તો તેમને સામાન્ય કરની રકમના ૫.૦૦%પરંતુ ઓછા માં ઓછા રૂ.૫૦ વધારાનું વળતર આપવાની મેયર  બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે અને આ સ્કીમ દરમ્યાન લોકો ડીજીટલ ટ્રાન્ઝેકશનથી મિલકત વેરાની રકમ ભરપાઈ કરે તે માટે શહેરીજનોને અપિલ કરવામાં આવેલ.(૨૨.૧૨)

(3:50 pm IST)