Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સામાજિક અને રાજકીય ક્ષેત્રે સંસ્કાર પુરૂષ પંડિતજીએ કરેલુ ઋષિકાર્ય આજે પણ કરોડો લોકોનો પથ પ્રકાશિત કરે છે : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ તા. ૨૪ : મહાન રાષ્ટ્રવાદી ચિંતક, વિચારક, સંગઠક, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ વકતા, લેખક, પત્રકાર, સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિના પ્રખર પુરસ્કર્તા પં. દિનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ - ૨૫ સપ્ટેમ્બર નિમિત્ત્।ે તેમના જીવનકાર્યોની યાદોને તાજી કરી યુવા પેઢી સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપી ભાવવંદના પાઠવતાઙ્ગ ઙ્ગભાજપ અગ્રણી પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રાજકીય પુરુષ પં. દિનનદયાળ ઉપાધ્યાયજીનાં વૈચારિક પથ પર ભારતીય જનતા પક્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં નેતૃત્વમાં અગ્રેસર છે. પંડિતજીનું સ્વપ્ન હતું કે, ભારત વૈશ્વિકસ્તરે મહાસત્ત્।ા બને. ભારત પ્રત્યે વિશ્વના દરેક દેશમાં આદર અને સન્માન લાગણી જન્મે. પંડિતજીનાં આ સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કર્યું છે.ભાવવંદના વ્યકત કરતા વધુમાં જણાવ્યું કે, કોઈપણ વ્યકિત જીવનમાં એકવાર પણ પં. દિનદયાળજીનાં જીવન ચરિત્ર અને વૈચારિક મૂલ્યોથી માહિતગાર થાય તો લોકતાંત્રિક મૂલ્યો સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, દેશભકિત, સામાજિક સમરસતા અને છેવાડાના ના માનવીનું કલ્યાણ એટલે કે અંત્યોદય અંગે ભારતીય જનતા પક્ષ નીઙ્ગ રાષ્ટ્રવાદી વિચારધારા થીઙ્ગ ઙ્ગવાકેફ થઈ શકેઙ્ગ ભારત ના પૌરાણિક સાંસ્કૃતિક વારસા થી પરિચિત થઈ આત્મગૌરવ અનુભવી શકે.. પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીનાં પ્રેરણાદાયી વિચારોમાં રાષ્ટ્ર અને સમાજને સમૃદ્ઘ અને મજબૂત બનાવવાની શકિત રહેલી છે. એમણે કરેલુ ઋષિકાર્ય આજે પણ અનેકોનો પથ પ્રકાશિત કરે છે.

આજથી અર્ધી સદી પૂર્વે પંડિત દિનદયાળજીએ એકાત્મ માનવદર્શનનો વિચાર રજૂ કર્યો હતો. પંડિતજીનો એકાત્મ માનવવાદ સર્વે જનૉં સુખિનૅં સન્તુ એટલે કે હુ એકલો નહિં, સૌ સુખી થાયનાં ભાવનાને પ્રગટ કરતુ અલૌકિક ચિંતન છે. ભારતીય રાજનીતિ અને દુનિયાને આ એમની અમૂલ્ય મોટી ભેટ છે. આ દેશના તમામ જાતના સમાધાન શોધવાની આસ ધરાવનાર પ્રકાશપુંજ વિશે અટલ બિહાર વાજપેયીએ કહ્યુ હતું કે, દિનદયાળજીનું જીવન તેમજ તેમના વિચારો આજે પણ ભારતીય જનતા પક્ષ તેમજ સામાજીક સેવાક્ષેત્ર તેમજ જાહેરજીવનમાં જોડાયેલા લાખો લોકો માટે પ્રકાશ બની પદર્શક બની રહ્યા છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીનું તત્વદર્શન તેમજ ચિંતન રાષ્ટ્ર તેમજ પ્રજા માટે આવનારા સમયમાં પણ જીવનઉપપોગી બની રહેશે તેવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યુ હતું.

(3:36 pm IST)