Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કાલે વ્યાખ્યાન : ગુજરાતી સ્ત્રીઓની આત્મકથામાં ઉપસતુ સમાજજીવન

સાહિત્ય પરિષદ - સાહિત્ય સેતુ દ્વારા ડો. મિનલબેન દવેના વિચારોનો લાભ

રાજકોટ તા. ૨૪ : ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ અને દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થા દ્વારા કાલે તા. ૨૫ શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ કાલાવડ રોડ ખાતે કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન યોજાનાર છે. જેમાં 'ગુજરાતી સ્ત્રીઓની આત્મકથામાં ઉપસતુ સમાજજીવન' વિશે ભરૂચના પ્રાધ્યાપક ડો. મિનલબેન દવે પોતાના વિચારો વ્યકત કરશે.

આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સર્વશ્રી સંજુ વાળા, મનોજ જોષી, સુનિલ શાહ, નિદત્ત બારોટ, પ્રતાપભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેશે. આયોજન માટે મુકેશ દોશી, ધ્વનિલ પારેખ, અનુપમ દોશી, કીર્તિદા શાહ, જનાર્દન આચાર્ય, સુનિલ વોરા, પ્રકાશ હાથી, નલીન તન્ના, હસુભાઇ શાહ વગેરે કાર્યરત છે. સાહિત્ય રસિકોને લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે ૯૪૨૮૨ ૩૩૭૯૬ ઉપર સંપર્ક સાધવો.

(2:55 pm IST)