Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દિવ્યાંગ બાળકો-ગૌશાળાના લાભાર્થે નવરાત્રી મહોત્સવ

સરદાર કલબ દ્વારા ઉપલાકાંઠે સતત ત્રીજા વર્ષે આયોજન : દિવ્યાંગ બાળકો અને પૂ. મહંત ભરતદાસબાપુના હસ્તે રાસોત્સવ ખુલ્લો મુકાશેઃ ઓરકેસ્ટ્રામાં વોટર ડ્રમ અને ફાયર ડ્રમથી ખેલૈયાઓના દિલ જીતી લેશેઃ ૧ લાખ વોટનું સાઉન્ડ સીસ્ટમ્સઃ પાસ બુકીંગ ચાલુ

રાજકોટઃ તા.૨૪, દિવ્યાંગ બાળકો અને ગૌશાળાના લાભાર્થે સરદાર કલબ દ્વારા બે વર્ષની સફળતા બાદ શહેરના  ઉપલા કાંઠા વિસ્તારમાં મંદબુદ્ઘિ ના બાળકો અને ગૌશાળાના લાભાર્થે ધમાકેદાર નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી આરતી એકરંગ સંસ્થા ની દિવ્યાંગ બાળકીઓ દ્વારા કરવામાં આવશે અને બાળકીઓ દ્વારા સ્વાગત નૃત્ય પણ કરવામાં આવશે ત્યારબાદ ઁ બિમાર નંદી ગૌશાળા ના મહંત ભરતદાસ બાપુ ના હસ્તે મહોત્સવ ને ખુલો મુકવામાં આવશે ત્યારબાદ  ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ પીપળીયાના હસ્તે બંને સંસ્થાને એકાવન હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે.

  એકરંગ વિકલાંગ બાળકો ની સંસ્થા દ્વારા ૪૦ સર્વજ્ઞાતિના બાળકી ને વિનામૂલ્યે શિક્ષણ અને હોસ્ટેલ ની સુવિધા આપી રહ્યા છે જેનું કોઈ નથી તેને એકરંગ સાચવી રહ્યું છે તેના લાભાર્થે આ રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની ભાગોળે આવેલ જંગવડ ગામે આવેલ ઓમ બીમાર નંદી ગૌશાળા માં પણ ગૌવંશ ની સારવાર નું ઉમદા કાર્ય થઈ રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે. સરદાર કલબ નવરાત્રી મહોત્સવનું આ ત્રીજું વર્ષ છે ગત વર્ષે પણ હિના ફાઉન્ડેશન ના દિવ્યાંગ બાળકો ને મદદ કરવાની જવાબદારી લીધી હતી અને એ નિભાવી પણ હતી.   સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા  અનેક વિધ સેવાકીય કાર્યો થઇ રહયા છે.

 રાસોત્સવ એક સાથે પાંચ હજાર ખેલૈયાઓ રમી શકે તેવું વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રાસોત્સવ ને ડેન નેટવર્ક, સમર્પણ ચેનલ અને યુટ્યુબ ચેનલ આકાર ફિલ્મ્સમાં વિદેશ માં વસતા ભારતીય લાઈવ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. બાળકો તેમજ ખેલૈયાઓ માટે એક અલગ પ્રકારના સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવશે. ગ્રાઉન્ડ માં કેન્ટીન ની પણ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. બાઉન્સર તેમજ ગ્રાઉન્ડ સિકયુરિટી અને CCTV થી સતત બાજ નજર રાખવા માં આવશે.

 સુરીલા સિંગરો માં પ્રશાંત મકવાણા, જયોતિ વાણીયા, કમલેશ મેહરા(ઉત્ત્।ર ગુજરાત), કરિશ્મા દેસાણી અને હર્ષ પીપળીયા(બાળ કલાકાર) ખેલૈયાઓ ને પ્રાચીન અને અર્વાચીન ગરબા થી મંત્રમુગ્ધ કરશે. રિધમ ઓરકેસ્ટ્રા અને ન્યુ રામદેવ સાઉન્ડ ની મોજ ખેલૈયાઓ ને દ્યેલું લગાડશે ઓરકેસ્ટ્રા માં પણ વોટરડ્રમ અને ફાયર ડ્રમ થી ખેલૈયાઓ ના દિલ જીતી લેશે ૧ લાખ વોટ ની લાઇન એરે સાઉન્ડ સિસ્ટમ લગાડવા માં આવશે. ખેલૈયાઓને દરરોજ ઇનામો આપવામાં આવશે.

પાસ ચિલ્ડ્રન માટે રૂ. ૪૦૦ લેડીઝ રૂ.૬૦૦ અને કપલ માટે રૂ.૧૨૦૦ રાખવામાં આવ્યા છે. ખેલૈયાઓ ના પરીવારજનોને જોવા માટે ફ્રી પાસ આપવામાં આવશે.

 પાસ બુકિંગ માટે એડવોકેટ ચેતન ચભાળિયા ૮૦ ફૂટ રોડ કુવાડવા રોડ રાજકોટ મો. ૯૫૩૭૧ ૪૦૩૫૧, સ્થળઃ સરદાર કલબ નવરાત્રી મહોત્સવ અમૃત પાર્ટી પ્લોટ, ડી માર્ટ મોલ પાસે ૫૦ ફૂટ રોડ કુવાડવા રોડ રાજકોટ.

આ નવરાત્રિ ને સફળ બનાવવા માટે ભરતભાઈ પીપળીયા મો. ૯૮૨૪૪ ૩૭૯૩૨, અતુલભાઈ કમાણી, કલ્પેશભાઈ સંખાવરા, વિશાલ રામાણી, રમેશ લુણાગરિયા, પરેશ ઢોલરીયા, વિમલ મુંગરા, ચેતન ચભાળિયા, યોગેશ બુસા, ભુપત કાનાણી, હિતેશ બુસા, ધવલ રૈયાણી, રોહિત ગજેરા, પરેશભાઈ લીંબાસીયા અને શૈલેષ પરસાણા જહેમત ઉઠાવી રહ્યા છે

(4:11 pm IST)